તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દાન:અંકલેશ્વરની ESIC હોસ્પિટલને મેઘમણી કંપનીએ ત્વરિત 2 વેન્ટીલેટર ડોનેટ કર્યા

અંકલેશ્વર5 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • દિવ્ય ભાસ્કરે 3 દિવસ પહેલા જ વેન્ટીલેટર અને સ્ટાફની સમસ્યા અંગે ઉજાગર કરી હતી

અંકલેશ્વર કોવિડ સ્પેશીયલ ઈ.એસ.આઈ.સી હોસ્પિટલને મેઘમણી કંપનીએ 2 વેન્ટીલેટર ડોનેટ કર્યા હતા. દિવ્ય ભાસ્કર દ્વારા આ અંગે 3 દિવસ પહેલાજ વેન્ટીલેટર અને સ્ટાફ ની સમસ્યા અંગે ઉજાગર કરી હતી હતી. એ.આઈ.એ દ્વારા મેઘમણી કંપનીને લેખિત રજુઆત કરતા કંપની સહર્ષ સ્વીકારી ત્વરિત બે વેન્ટિલેટર ડોનેટ કર્યા હતા. જાગૃત નાગરિક સલીમ પટેલ દ્વારા પણ આ અંગે લેખિત રજુઆત કરી હતી.

અંકલેશ્વરમાં વધી રહેલા કોરોના દર્દીઓ વચ્ચે હવે પુનઃ હોસ્પિટલ ફૂલ થઇ રહી છે. ત્યારે ભરૂચ વહીવટી તંત્ર 31 માર્ચથી શરુ થયેલ સ્પેશીયલ ડેઝીગનેટેટ કોવિડ હોસ્પિટલ ESIC હોસ્પિટલ ખાતે માત્ર 2 વેન્ટિલેટર હતા તેમજ સ્ટાફ ની પણ અછત અંગેના અહેવાલ સ્થાનિક જાગૃત નાગરિક સલીમ પટેલના સહયોગ થી દિવ્ય ભાસ્કર દ્વારા ઉજાગર કરવામાં આવ્યા હતા જે બાદ અંકલેશ્વર ઉદ્યોગ મંડળ દ્વારા આ સમસ્યા ને ત્વરિત અસર થી લઇ ગત શનિવાર ના રોજ અંકલેશ્વરની મેઘમણી કંપનીને ગત શનિવારે વેન્ટિલેટર નું અનુદાન આપવા અપીલ કરી હતી જે અપીલ ત્વરિત અસર થી મેઘમણી ગૃપ દ્વારા સ્વીકારી હતી અને સોમવાર ના રોજ કંપની દ્વારા ભરૂચ જિલ્લા કલેક્ટર ની સૂચના અને માર્ગદર્શન હેઠળ એ.આઈ.એ ના સહોયગ થી કોવિડ હોસ્પિટલ એવી ઈ.એસ.આઈ.સી હોસ્પિટલ ને દાન કર્યું હતું.

આ પ્રસંગે એ.આઈ.એ ના પ્રમુખ રમેશ ગાભણી, તેમજ સભ્યો. તેમજ મેઘમણી કંપની અને અધિકારીઓ તેમજ ઈ.એસ.આઈ.સી હોસ્પિટલ ના અધિકારીઓ તેમજ મેનેજમેન્ટ ટીમ ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ મિત્રો તથા પરિવારના લોકો સાથે મોજ-મસ્તીમાં પસાર થશે. સાથે જ લાભદાયક સંપર્ક પણ સ્થાપિત થશે. ઘરના રિનોવેશનને લગતી યોજના બનશે. તમે સંપૂર્ણ મનથી ઘરના બધા સભ્યોની જરૂરિયાતોને પૂર્ણ કરવા...

  વધુ વાંચો