તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઉજવણી:અંકલેશ્વરની કડકિયા કોલેજમાં ઝવેરચંદ મેઘાણીની 125મી જન્મ જયંતી નિમિત્તે મેઘાણીના ગીતોની સ્પર્ધા

અંકલેશ્વર21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કોલેજમાં સપ્તધારા ગીત સંગીત નૃત્ય ધારાના ઉપક્રમે આયોજન કરવામાં આવ્યું

અંકલેશ્વર કડકિયા કોલેજ ખાતે શ્રી ઝવેરચંદ મેઘાણીની 125મી જન્મ જયંતિ નિમિત્તે મેઘાણીના ગીતો ની સ્પર્ધા યોજાઈ હતી. 6 જેટલા સ્પર્ધકોએ ભાગ લીધો હતો. કોલેજમાં સપ્તધારા ગીત સંગીત નૃત્ય ધારાના ઉપક્રમે આયોજન કરવામાં આવ્યું હતું. વિજેતા વિદ્યાર્થીઓને પારિતોષિક આપી સન્માનિત કરાયા હતા. અંકલેશ્વર મા આવેલ શ્રીમતી કુસુમબેન કડકિયા આર્ટ્સ અને કોમર્સ કોલેજમાં સપ્તધારા ગીત સંગીત નૃત્ય ધારાના ઉપક્રમે રાષ્ટ્રીય શાયર શ્રી ઝવેરચંદ મેઘાણીની 125 મી જન્મ જયંતી ની ઉજવણી નિમ્મીતે મેઘાણીના શૌર્ય ગીત, કથાગીતની સ્પર્ધા ધારાના કન્વીનર ડો વર્ષા પટેલ દ્વારા યોજવામાં આવી હતી.

જેમાં બીજરૂપ વક્તવ્ય પ્રાધ્યાપક પ્રવીણ પટેલે આપ્યું હતું, ઈન્ચાર્જ આચાર્ય ડો.હેમંત દેસાઈ એ પોતાના મધુર કંઠે મેઘાણીનું કોઇનો લાડકવાયો ગીત રજૂ કર્યું હતું આ સ્પર્ધામાં છ જેટલા સ્પર્ધકોએ ભાગ લીધો હતો જેમાં પ્રથમ ક્રમે પટેલ રિયા,દ્વિતીય ક્રમે આહીર નિમિષા અને તૃતીય ક્રમે પટેલ દેવાનગી રહ્યા હતા. નિર્ણાયક તરીકે પ્રા.ડો.હેમંત દેસાઈ તથા પ્રા.મનીષ પટેલ હાજરી આપી હતી ,કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ તેમજ અધ્યાપકો હાજરી આપી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો

અન્ય સમાચારો પણ છે...