આયોજન:અંકલેશ્વર ખાતે ઈદના તહેવાર નિમિત્તે શાંતિ સમિતિની બેઠક

અંકલેશ્વર25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કોમી એકતા-ભાઈચારા સાથે તહેવારો ઉજવવા અપીલ કરવામાં આવી

ઈદ ઉલ ફિત્ર તહેવારમાં તમામ ધર્મ ના લોકો એકતા અને ભાઈચારા સાથે આ તહેવાર ઉજવાય અને કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે અંકલેશ્વર શહેર પોલીસ મથક ખાતે નાયબ પોલીસ અધિક્ષક ચિરાગ દેસાઇ ની અધ્યક્ષતા હેઠળ તથા પી.આઇ. વી.એન. રબારી ની ઉપસ્થિતિ માં હિન્દૂ મુસ્લિમ સમાજ ના આગેવાનો સાથે શાંતિ સમિતિ ની બેઠક યોજાય હતી

જેમાં તહેવાર શાંતિપૂર્ણ માહોલ માં ઉજવાય તે માટે અપીલ કરવામાં આવી હતી સાથે અંકલેશ્વર રૂરલ પોલીસ મથક ખાતે પણ શાંતિ સમિતિની બેઠક યોજાય હતી જેમાં ભાઈચારા સાથે તહેવારની ઉજવણી થાય તેવી અપીલ કરવામાં આવી હતી. શાંતિ સમિતિના સભ્ય જહાંગીર ખાન પઠાણ સહીતના સભ્યો એ આ તહેવારમાં મુસ્લિમ સમાજ સૌ હળીમળી ને શાંતિ પૂર્ણ વાતાવરણમાં ઉજવશે તેવી ખાતરી આપી હતી.

અન્ય સમાચારો પણ છે...