અંકલેશ્વરના માંડવા ગામ નજીક આવેલી આલકેમ કંપનીમાં ભીષણ આગ લાગતા કામદારોમાં દોડધામ મચી ગઇ હતી. બનાવની જાણ અંકલેશ્વરના ફાયર ફાઇટરોને કરવામાં આવતાં ત્રણ ફાયર ટેન્ડરો લાશ્કરો સાથે દોડી આવીને આગ પર કાબુ મેળવ્યો હતો..
આગ લાગતાની સાથે ભારે દોડધામ મચી
અંકલેશ્વરમાં આવેલા ઔધોગિક એકમોમાં છાશવારે આગ લાગવાની ઘટનાઓ પ્રકાશમાં આવતી હોય છે. તેવામાં આજરોજ સવારે વધુ એક આગ લાગવાની ઘટના સામે આવતા ભારે દોડધામ મચી હતી. અંકલેશ્વર માંડવા પાસેના વિસ્તારમાં આવેલી અલ્કેમ કેમિકલ નામક ખાનગી કંપનીના પાલન્ટ નંબર 4માં કોઇ કારણસર ભીષણ આગ ફાટી નીકળી હતી. આગ એટલી વિકરાર હતી કે, આગના ગોટે ગોટા દૂર દૂર સુધી જોવા મળતા હતાં.
ત્રણ ફાયર ટેન્ડરો ઘટના સ્થળે દોડી આવ્યા
આગની ઘટનાના પગલે કંપનીની આસપાસ ઉપસ્થિત કર્મચારીઓ સહિતના લોકો સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતાં. કંપનીમાં લાગેલી આગની ઘટના અંગેની જાણ અંકલેશ્વર ફાયર વિભાગમાં કરવામાં આવતા ફાયરના લાશકરોએ તાત્કાલિક ત્રણ જેટલા લાયબંબા લઇ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. લાશ્કરોએ ભારે જહેમત આગની જ્વાળાઓ ઉપર પાણીનો મારો ચલાવી તેને કાબુમાં લીધી હતી. જોકે સદનસીબે આગમાં કોઈ જાનહાની નહીં નોંધાતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.