તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભાસ્કર વિશેષ:અંકલેશ્વર પંથકમાં કેરીનો પાક નિષ્ફળ જવાના એંધાણ

અંકલેશ્વર11 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • કેરીનો પાક ઓછો આવવાની સાથે આ વર્ષે મોંઘી બનશે તેવો ખેડૂતનો સુર

અંકલેશ્વર પંથકમાં કેરીનો પાક નિષ્ફળ જવા ના આરે હોવાનો ખતરો ઉભો થયોછે. પુરબહાર આવેલ કેરીનો ફાલ ધુમ્મસને લઇ ખરી પડ્યો હતો. તેમજ મોર કાળો પાડવાની સાથે આંબે કુપન વહેલી આવતા કેરી ઉત્પાદન કરતા ખેડૂતો માં ચિંતા જોવા મળી છે. કેરીનો પાક ઓછો આવવાની સાથે મોંઘી બનશે તેવો ખેડૂતનો સુર વ્યક્ત કર્યો હતો.

અંકલેશ્વર ના દિવા, જુના દિવા, બોરભાઠા, સહીત નદી કિનારે ના 11 થી વધુ ગામો ઉપરાંત ઉછાલી, જીતાલી, સહીત ના પટ્ટા કેરીનું વિપુલ વાવેતર છે. જેને લઇ પ્રતિ વર્ષ મબલખ કેરીનો પાક આવતો હોય છે. છેલ્લા 3 થી 4 વર્ષ કેરી પાક ને ખાસ કરી કેરી મંજરીને શિયાળ ની વધતી જતી પ્રગાઢ ધુમ્મસ નુક્શન પહોંચાડી રહી છે. અને મજુરી કરી પડવાની સાથે સાથે આંબે મોર સુકાઈ રહ્યો છે. જેમાં ઉનાળા માં કેરીના મોર ને હવે વધી રહેલી ગરમી પણ નુકશાન કરી રહી છે. જે વચ્ચે ચાલુ વર્ષે આંબે કુપન પણ વહેલી આવતા કેરી પકવતા ખેડૂતો માં ચિંતા જોવા મળી છે.

સીઝન માં મબલખ મોર જોતા કેરીનો વળતરો વધુ મળવા ની આશા વચ્ચે હવે કેરીનો પાક ઘટવા ની સાથે સાથે મોંઘો થશે તેવો મત પ્રગતિશીલ ખેડૂત સંદીપ પટેલએ વ્યક્ત કર્યો હતો. અંકલેશ્વર માં કેરીની સીઝન માં અંદાજિત 5 થી 6 કરોડ ની કેરીનું ઉત્પાદન થયા છે જે છેલ્લા 3 થી 4 વર્ષ થી ધટી રહ્યું છે. હવે 3 થી 4 કરોડ નું કેરીનું ઉત્પાદન થયા છે જે પૈકી અંકલેશ્વર લગડો, તોતાપુરી, બદામ, હાફુસ, દશેરી, સહીત કેરીની વિવિધ કેરી જાતો વિદેશમાં પણ નિકાસ થાય છે. કેરી ઓછો પાક આવતા નિકાસ પણ ઘટવા ની સાથે બજાર માં કેરી ઓછી આવશે.તેમજ કેરીનો ભાવ પણ વધશે. તેમ વ્યાપારી આલમ પણ જણાવી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

  વધુ વાંચો