અંકલેશ્વર કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ઉમેદવાર મગન પટેલ સહિતના હોદ્દેદારો એ રાજીનામું ધરી કોંગ્રેસ પાર્ટી ને બાય બાય કરી દીધું હતી. વિજયસિંહ પટેલ ને મળેલી ટિકિટ સામે નારાજગી દર્શાવી પક્ષ માંથી ટેકેદારો અને હોદ્દેદારો સાથે રાજીનામું આપ્યું હતું. હજુ સુધી કોઈ જ પક્ષ ના જોડાવા ની જાહેરાત ના કરી સસ્પેન્સ સર્જ્યું હતું.
અંકલેશ્વર વિધાનસભાના કોંગ્રેસના ની દાવેદારી ની હોડમાં રહેલા અને ગત વિધાનસભામાં ઉમેદવાર બનેલ મગન પટેલે એ પક્ષ એ ટિકિટ ના આપતા નારાજગી દર્શાવી પક્ષ ના હોદ્દા અને સભ્ય પડે થી રાજીનામું આપી દીધું છે. જિલ્લા સંગઠન માં ફરી ભંગાર સર્જાયું હતું અને પોતાની નારાજગી દર્શાવી પ્રદેશ માં સ્થાન ધરાવતા કોંગી આગેવાન સંદીપ માંગરોળાલા પર ગભીત આક્ષેપ લગાવ્યા હતા. પોતાની સાથે વિધાનસભામાંથી 200 થી વધુ કાર્યકરો એ આપ્યા રાજીનામા આપ્યા હોવાનું જણાવ્યું હતું. તેમની સાથે તાલુકા પ્રમુખ દેવેન્દ્ર પ્રસાદ ઉપાધ્યાય, મોહંમદ કલીમ શાહ, મનસુખ રાખશીયા, વિનય પટેલ, હિરેન ચૌહાણ, વિજયસિંહ ગોહિલ, શૈલેષ ભગત, હેમત પટેલ, ઠાકોર પુના વસાવા, ચંદુ ભિંગરોડીયા, સુરેશ ભરવાડ જયદીપ પટેલ સહીત આગેવાનો રાજીનામું ધરી દીધા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.