આરોગ્ય સેવા:અંક્લેશ્વરની સરદાર પટેલ હોસ્પિટલ દ્વારા મા-કાર્ડ ધારકોનુું નિઃશુલ્ક ડાયાલિસીસ કરાયું

અંકલેશ્વરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આર્થિક રીતે પછાત દર્દીઓને માંદગીના ખર્ચથી બચવા મા-કાર્ડ આશીર્વાદ સમાન

અંકલેશ્વર ખાતે આવેલા સરદાર પટેલ હોસ્પિટલ એન્ડ હાર્ટ ઇન્સ્ટિટ્યૂટ ને પ્રધાનમંત્રી જન આરોગ્ય-માં કાર્ડ માટે સરકાર તરફ થી માન્યતા મળેલ હોય અંકલેશ્વર તેમજ આજુબાજુ ના દૂર દૂર ના ગામડા ના કાર્ડ ધારકો માટે આશીર્વાદ સમાન છે ત્યારે અહીં કિડની ફેઇલ્યોર ના દર્દીઓ માટે માં કાર્ડ ધારક દર્દીઓ ને નિ:શુલ્ક ડાયાલીસીસ કરી આપવામાં આવે છે.

સામાન્ય રીતે કિડની કામ કરતી બંધ થઇ જતા પ્રભાવી દર્દીના લોહી નું શુદ્ધિ કરણ અટકી જતા શરીરમાં યુરિયા તેમજ ક્રિએટિનિન જેવા ટોક્સિન ની માત્રા વધી જતાં દર્દી ની હાલત ગંભીર થઇ જતી હોય છે ત્યારે દર્દીને તાત્કાલિક શરીર ના લોહી માંથી ટોક્સિન કાઢવા માટે ડાયાલીસીસ ની જરૂર પડતી હોય છે.

બહુમત કિડની ફેલ્યર કેસોમાં ડાયાલીસીસ સપ્તાહે બે વાર કરાવવું પડતું હોય છે અને ખાનગી હોસ્પિટલોમાં એક વાર ડાયાલીસીસ કરવાનો અંદાજિત ખર્ચ રૂપિયા ચાર હજાર થી સાડા ચાર હજાર આવતો હોય છે જે આર્થિક રીતે પછાત વર્ગ ના માનવી માટે લગભગ અસહ્ય હોય છે ત્યારે પ્રધાનમંત્રી જન આરોગ્ય -માં કાર્ડ ધારકો ને ડાયાલીસીસ નિ:શુલ્ક થતું હોય આર્થિક રીતે પછાત માનવી માટે અત્યંત આશીર્વાદ રૂપ સાબિત થઇ રહ્યા છે જેને કારણે દર્દીઓ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ની પ્રસંશા કરી રહ્યા છે

અન્ય સમાચારો પણ છે...