તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દર્દીઓ માટે રાહત:લ્યુપિન કંપનીએ સેવા દિનની ઉજવણી રૂપે જયાબેન મોદી હોસ્પિટલ ખાતે ઓક્સિજન પ્લાન્ટ અર્પણ કર્યો

અંકલેશ્વર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 25 લાખના ખર્ચ બનેલા પ્લાન્ટનું સહકાર મંત્રીના હસ્તે લોકાર્પણ કરાયું

અંકલેશ્વરની જયાબેન મોદી હોસ્પિટલમાં લ્યુપિન કંપની દ્વારા રૂપિયા 25 લાખના ખર્ચે નિર્માણ પામેલ ઓક્સિજન પ્લાન્ટ નું સહકાર પ્રધાન ઈશ્વરસિંહ પટેલ ના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. કોરોનાની બીજી લહેર સમયે સમગ્ર રાજ્યમાં ઓક્સિજનની ખુબ જ અછત વર્તાઈ હતી અને ઓક્સીજન મેળવવા લોકો એ પડાપડી કરી મૂકી.

હવે કોરોનાની ત્રીજી લહેર ના ભણકારા વાગી રહ્યા છે એવા સમયે ઔદ્યોગિક એકમો સામાજિક સેવા માટે આગળ આવી રહ્યા છે. અંકલેશ્વરની લ્યુપિન કંપની દ્વારા જયાબેન મોદી હોસ્પિટલમાં 25 લાખના ખર્ચે ઓક્સિજન પ્લાન્ટ નું નિર્માણ કરવામાં આવ્યું છે.

ડો.દેશબંધુ ગુપ્તાના મેમોરિયલ ડે નિમિત્તે યોજાયેલ કાર્યક્રમમાં રાજ્યના સહકાર પ્રધાન ઈશ્વરસિંહ પટેલ ના હસ્તે ઓક્સિજન પ્લાન્ટનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે નર્મદા જિલ્લા ભાજપ પ્રમુખ અને દૂધધારા ડેરી ના ચેરમેન ઘનશ્યામ પટેલ, કલેક્ટર ડો.એમ.ડી.મોડીયા,પ્રાંત અધિકારી, હોસ્પિટલ ટ્રસ્ટી કમલેશ ઉદાણી, લ્યુપિન કંપનીના હેડ પ્રવીણ ગઢવી તેમજ આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા. કંપની દ્વારા નેત્રંગ ખાતે કૌશલ્ય વર્ધક કેન્દ્ર નું પણ મંત્રીના હસ્તે ઈ લોકાર્પણ કરાયું હતું. કંપનીના આદ્યસ્થાપક ડૉ દેશબંધુ દાસ ગુપ્તા ના નિર્વાણ દિનની સેવા દિનની ઉજવણી કરાઈ હતી.

અન્ય સમાચારો પણ છે...