ચક્કાજામ:અંકલેશ્વરના વાલિયા ચોકડી- મહાવીર ટર્નિંગ પર વાહનોની લાંબી કતાર જામી

અંકલેશ્વર8 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વાલિયા ચોકડી પર રાત્રે ટ્રાફિકમાં 108 પણ ફસાઈ હતી : મહાવીર ટર્નીંગ પર બપોરે ચક્કાજામ સર્જાયો

અંકલેશ્વરમાં પુનઃ એકવાર ટ્રાફિકજામના દ્રશ્યો સામે આવ્યા હતા વધતા જતા ટ્રાફિક ના ભારણ ને લઇ વારંવાર વાલિયા ચોકડી ટ્રાફિક જામ સર્જાઈ રહ્યો છે. ગત રાત્રી ના વાલિયા ચોકડી ખાતે ચક્કા જામ સર્જાયો હતો. તમામ માર્ગો બ્લોક થતા કલાકો સુધી વાહન ચાલકો અટવાયા હતા આ ટ્રાફિક જામ માં 108 એમ્બ્યુલન્સ પણ ફસાયેલી જોવા મળી હતી. જે બાદ પુનઃ સોમવાર ના રોજ પણ બપોરે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. વાહન કતાર વાલિયા ચોકડી પર જોવા મળી હતી.

નર્મદા મૈયા બ્રિજ બન્યા બાદ ટ્રાફિક ભારણ હાઇવે પર ઘટવા ની સંભાવના વચ્ચે ત્રાફિક જામના દ્રશ્યો નહિવત જોવા મળશે ની આશા હતી જો કે તે પણ ઠગાડી નીવડી હતી વાલિયા ચોકડી ના ટ્રાફિક જામ ની અસર જુના નેશનલ હાઇવે નંબર 8 પર મહાવીર ટર્નીંગ તેમજ ઓએનજીસી રોડ પર પણ જોવા મળી હતી જ્યાં પણ ત્રાફિક જામ સર્જાયો હતો. અને તમામ માર્ગો બ્લોક થતા અર્ધા કલાક ઉપરાંત વાહન ચાલકો અટવાયા હતા તેને ભારે જહેમતે પોલીસ દ્વારા હળવો કરવામાં આવ્યો હતો. વાંરવાર અંકલેશ્વર માં સર્જાઈ રહેલા ચક્કા જામ ને લઇ ટ્રાફિક પોલીસ દ્વારા પીક અવર્સ તેમજ સપ્તાહનો પ્રારંભ દિવસે અને વીક એન્ડ ના દિવસે વિશેષ પોલીસ બંદોબસ્ત ગોઠવી ટ્રાફિક નિયમ કરવા એક્શન પ્લાન બનાવી અમલ કરે તે જરૂરી બનવા પામ્યું છે.

અન્ય સમાચારો પણ છે...