ગંદકી:હાંસોટ નવી વસાહતમાં પારાવાર ગંદકી થતાં સ્થાનિક લોકોમાં રોગચાળો ફાટવાની દહેશત

અંકલેશ્વર20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • લોકોને અસહ્ય ગંદકીમાં રહેવા અને દુષિત પાણી ભરેલાં માર્ગ પરથી પસાર થવાનો વારો આવ્યો
  • સ્વચ્છ ભારત અભિયાનના​​​​​​​ પ્રારંભ વચ્ચે ગ્રામ પંચાયતની સ્વચ્છતા પ્રત્યે બેદરકારી સામે આવી

હાંસોટ નવી વસાહત રામનગર વિસ્તારમાં ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. જાહેર માર્ગ પર ગંદકીની ભરમાર જોવા મળી રહી છે. કાદવ-કીચડના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. અંદર રોગ જન્ય મચ્છર અને માખીનો ઉપદ્રવ વધ્યો છે. ડેન્ગ્યુ, ઝેરી મેલેરિયા તેમજ પાણી જન્ય રોગના દર્દી વધ્યા છે. પંચાયત દ્વારા આ વિસ્તારમાં દવાનો છંટકાવ કે સફાઈ કરવામાં આવી નથી.

પંચાયત દ્વારા નાખવામાં આવેલા ડ્રેનેજ લાઈનનંુ પણ યોગ્ય નિભાવનના થતા તે પણ ઉભરાઈ રહી છે. જેને લઇ સ્થાનિક રહીશો એ રહેવું પણ મુશ્કેલ બન્યું છે આ વચ્ચે નાના બાળકો સહીત લોકો માં રોગચાળો વક્રી વધુ ફેલાઈ એ પૂર્વે પંચાયત વિભાગ દ્વારા સફાઈ કરાયે તેમજ આરોગ્ય વિભાગ દ્વારા આરોગ્યલક્ષી કેમ્પ યોજાય તેવી માંગ સ્થાનિક રહીશોએ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...