વિદેશી દારૂની 9 હજારથી વધુ બોટલો ઝડપાયી:વિવિધ બ્રાન્ડનો 11.24 લાખની કિંમતનો દારૂ મળી આવ્યો, પાનોલી પોલીસે બે નામચીન બુટલેગરોને વોન્ટેડ જાહેર કર્યા

અંકલેશ્વર16 દિવસ પહેલા
  • કૉપી લિંક

અંકલેશ્વર તાલુકાના પીલુદ્રા ગામની સીમમાંથી પાનોલી પોલીસે બે કુખ્યાત બુટલેગરોનો દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. પોલીસે સ્થળ પરથી 9372 દારૂની બોટલો સહિત કુલ રૂ.11.24 લાખનો મુદ્દામાલ ઝડપી પાડ્યો હતો. પોલીસે એક ઈસમને ઝડપી પાડીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

દારૂ સંભાળતો મહેશ વસાવા ઝડપાયો
હોળી-ધુળેટીના તહેવારમાં બુટલેગરો દારૂનો જથ્થો મંગાવતા હોય છે. ત્યારે પોલીસે પણ બુટલેગરોના મનસૂબાઓ પર પાણી ફેરવ્યું છે. પાનોલી પોલીસની ટીમને બાતમી મળી હતી કે, ગામની સીમમાં આવેલા પીલુદ્રા ગામ તરફ જવાના કાચા રસ્તાની બાજુમાં આવેલા બુટલેગરોએ વિદેશી દારૂનો જથ્થો ઉતાર્યો છે. આ બંને બુટલેગરોના નામ રમઝાન ઇદ્રીશ શેખ અને જિગ્નેશ પરીખ છે. આ દારૂના જથ્થાની દેખભાળ મહેશ વસાવા કરી રહ્યા હતા.

બંને બુટલેગરોને વોન્ટેડ જાહેર કરાયા
પોલીસે બાતમીના આધારે તે સ્થળે ટીમ સાથે રેડ પાડી હતી. રેડના સ્થળ પર જુદી જુદી બ્રાન્ડની વિદેશી દારૂની નાની મોટી કાચની બોટલ તથા બીયરના ટીન મળી આવ્યા હતા. કુલ 9372 દારુની બોટલો સહિત 11 લાખ 24 હજાર 400નો મુદ્દામાલ મળી આવ્યો હતો. પોલીસે સ્થળ પરથી દારૂની દેખભાળ રાખતા મહેશ વસાવાને ઝડપી પાડ્યા હતા. પોલીસે બે બુટલેગર રમઝાન ઇદ્રીશ શેખ અને જિગ્નેશ પરીખને વૉન્ટેડ જાહેર કરીને તેમને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.

અન્ય સમાચારો પણ છે...