તસ્કરી:રેલવેના પ્રોજેક્ટમાંથી 300 કિલો લોખંડની ઉઠાંતરી

અંકલેશ્વર25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ઉમરવાડાની સાઈટના મેનેજરે ફરિયાદ નોધાવી
  • જિલ્લામાં 3 પ્રોજેક્ટની કામગીરી ચાલી રહી છે

અંકલેશ્વરના ઉમરવાડા ગામની ફાટક નજીક રેલ્વે ગુડ્સ લાઈનના ટાટા પ્રોજેક્ટ કંપની એન.ટી.સી મશીનરી સમાન ની ચોરી થઇ જવા પામી હતી. મશીનરી માં લોખંડ માં 4 પાર્ટ્સ તસ્કરો ચોરી કરી લઈ ગયા હતા. તાલુકા પોલીસે 300 કિલો ના પાર્ટ મળી 12 હજારની મત્તાની ચોરી નોંધી તપાસ આરંભી હતી. ગુડ્સ લાઈન ફ્રેટ કોરિડોર ની કામગીરી અંકલેશ્વર માં પૂર જોશ માં ચાલી રહી છે.

જેમાં અંકલેશ્વર ઉમરવાડા ફાટક પાસે રેલ્વે ગુડ્સ લાઈન ના ટાટા પ્રોજેક્ટ કંપની ના એન.ટી.સી મશીન માંથી ભંગાર ચોર એ લોખંડ ના અલગ અલગ 4 પાર્ટ અંદાજે 300 કિલો ના ચોરી કરી ફરાર થઇ ગયા હતા જે અંગે તાલુકા પોલીસ મથકે ટાટા પ્રોજેક્ટ કંપની સાઈડના જિતેન્દ્રસિંગ કુશવાહા દ્વારા ફરિયાદ નોંધાવી હતી પોલીસએ 12,000 રૂપિયાના પાર્ટ્સની ચોરી નો ગુનો નોંધી વધુ તપાસ આરંભી હતી.

અન્ય સમાચારો પણ છે...