કાટીદરા ગામે રહેતા પ્રભાત વસાવા 17મી નવેમ્બર 2017ના રોજ પોતાના ઘરે જમી પરવારી બેઠા હતા ત્યારે તેમના મોટાભાઈ શીવા વસાવ દોઢેક માસથી કાટીદરા ગામે રહેવા માટે આવ્યાં હતાં.તેણે બેન્કની ચોપડી પ્રભાત પાસે રાત્રીના આઠેક વાગ્યે માંગેલી અને ફરી રાત્રીના આશરે બે વાગ્યાના અરસામાં શિવા વસાવાએ ફરીથી બેન્કની ચોપડી માંગતા બંને વચ્ચે ઝગડો થયો હતો. જેમાં ઉશ્કેરાયેલાં શિવા વસાવાએ પ્રભાતના માથામાં કુહાડીના ઘા મારી હત્યા કરી નાંખી હતી.
આ કેસ અંક્લેશ્વરના ચોથા એડીશનલ સેશન્સ જજ ડી.વી. શાહની કોર્ટમાં કેસ ચાલી જતાં સરકારી વકીલ એન. વી. ગોહિલની દલીલો ગ્રાહ્ય રાખી એડીશનલ સેશન્સ કોર્ટે આરોપી શિવા વસાવાને ઈ.પી.કો. કલમ 302 માં કસૂરવાર ઠરાવી આજીવન કેદ તથા 10 હજારનો દંડ અને ન ભરે તો વધુ 1 વર્ષની સજા તેમજ કલમ 307 ના ગુનામાં 7 વર્ષની સજા અને 5 હજારનો દંડ અને મૃતકના વારસોને યોગ્ય વળતરનો હુકમ કર્યો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.