તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અનોખી પહેલ:વૃક્ષો વાવી જતન કરીએ, મનમોહક વતન કરીએઃ ડો. મતાઉદ્દીન

અંકલેશ્વર7 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મોટામિયા માંગરોળની ઐતિહાસિક ગાદીના વર્તમાન ગાદીપતિની પ્રશંસનીય સેવા

આ વર્ષે 5મી જૂન વિશ્વ પર્યાવરણ દિનની અનોખી રીતે ઉજવણી કરવાનું આયોજન કરવામાં આવ્યું હતું. સુરત,ભરૂચ,વડોદરા તેમજ અન્ય જિલ્લા ના વિવિધ કોવિડ કેર સેન્ટર થી સાજા થઇ ઘરે જતા દર્દીઓ, મેટરનિટી હોસ્પિટલ, તબીબો તથા અન્ય દર્દીઓને ‘વૃક્ષો વાવી જતન કરીએ, મનમોહક વતન કરીએ‘ સૂત્ર સાથે વૃક્ષ ના વિવિધ છોડ આપી જતન કરવા અનુરોધ કરવામાં આવ્યો હતો.

મોટામિયાં માંગરોલ ની ઐતિહાસિક ગાદીના વર્તમાન ગાદીપતિ હીઝ હોલીનેસ ખ્વાજા સલાહુદ્દીન ફરીદુદીન ચિશ્તી અને તેમના અનુગામી ડો. મતાઉદ્દીન સલીમુદ્દીન ચિશ્તી નો પ્રયાસ અને માર્ગદર્શન દ્વારા તા. ૦6 /૦1/ 2019ના રોજ મોટામિયાં માંગરોળના વાર્ષિક ઉર્સ નિમિત્તે પરિસરમાં વૃક્ષારોપણ કરી ઘરે -ઘરે વૃક્ષ વાવો સૂત્ર સાથે વૃક્ષો વાવો અભિયાન શરૂ કરવામાં આવેલ હતું,ત્યારથી લઇ આજ સુધી અભિયાનને રાજ્યના વિવિધ વિસ્તારોમાં વેગવંતુ કરવા નિરંતર પ્રયત્નો કરવામાં આવે છે.

આ જ અભિયાન અંતર્ગત દર વર્ષે વિશ્વ પર્યાવરણ દિને વિવિધ કાર્યક્રમોનું આયોજન પણ કરવામાં આવે છે, ચાલુ વર્ષે કોરોના મહામારીના કારણે સાદગીપૂર્ણ રીતે ઉજવણી કરાઇ હતી. તેમજ અન્ય દવાખાનાઓમાં આવતા દર્દીઓને મોટામિયાં માંગરોલની ગાદીના સ્વયંસેવકોની ટીમ દ્વારા સોશિયલ ડિસ્ટન્સ જાળવી વૃક્ષ આપી તેનું જતન કરીને, જીવનમાં તેનું મહત્વ સમજાવી પર્યાવરણની સંભાળમાં સહભાગી થવા વિનંતી કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...