તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નિર્ણય:અંકલેશ્વર કોંગ્રેસનાં આગેવાન અને વિપક્ષના નેતા ભુપેન્દ્ર જાનીએ લીધો મોટો નિર્ણય, આ ટર્મની નગરપાલિકાની ચૂંટણી નહીં લડે

ભરૂચએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • ગત ટર્મમાં તેમણે વોર્ડ નંબર 5માં વિજય પણ મેળવેલો

આખા રાજ્યમાં અત્યારે ચૂંટણીનો માહોલ જામી ગયો છે. અત્યારે વાદ- વિવાદ અને નેતાઓના પક્ષ પલટો કરવાની લહેર ફૂંકાઈ રહી છે. તેવા સમયે અંકલેશ્વર કોંગ્રેસનાં આગેવાન અને નગરપાલિકાના તત્કાલિન વિપક્ષના નેતા એવા ભુપેન્દ્ર જાનીએ નગરપાલિકાની ચૂંટણી નહીં લડવાનો નિર્ણય કર્યો છે.

તેમણે વોર્ડ નંબર 5માં વિજય પણ મેળવેલો ભુપેન્દ્ર જાની અંકલેશ્વર કોંગ્રેસનાં અદના કાર્યકર અને વર્ષોથી પક્ષ સાથે જોડાયેલા નેતા છે. તેમણે આ ટર્મમાં યોજાનારી નગરપાલિકાની ચૂંટણી નહીં લડવાનો નિર્ણય કર્યો છે. ભુપેન્દ્ર જાની ગત ટર્મમાં વિપક્ષના નેતા પણ હતા અને અંકલેશ્વર નગરપાલિકાના પ્રમુખ પણ રહી ચૂક્યા છે. ગત ટર્મમાં તેમણે વોર્ડ નંબર 5માં વિજય પણ મેળવ્યો હતો.

ભાજપાના જીતવાના માર્ગ મોકળાભુપેન્દ્ર જાની આ ટર્મની ચૂંટણી નહીં લડે તે વાતની જાણ તેમણે મોવડી મંડળને કરી દીધી છે. અગર ગત ટર્મની વાત કરીએતો, તે વખતે વોર્ડ નંબર 5માં 2 ભાજપાના અને 2 કોંગ્રેસનાં નગરસેવકોએ વિજય મેળવ્યો હતો. તેમાંના એક કોંગ્રેસનાં નેતા આમિર મુલ્લાએ કોંગ્રસ સાથે પોતાનો છેડો ફાડી દીધો છે અને ભાજપામાં જોડાઇ ગયા છે. જેના કારણે ભાજપા માટે આ વોર્ડને જીતવાની શક્યાતાઓના માર્ગ મોકળા થઇ ગયા હોવાની શક્યતાઓ ઊભી થઇ ગઇ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક દૃષ્ટિએ આજનો દિવસ તમારા માટે કોઇ સફળતા લઇને આવી રહ્યો છે, તેને સફળ બનાવવા માટે તમારે દઢ નિશ્ચયી થઇને કામ કરવાનું છે. થોડા જ્ઞાનવર્ધક તથા રોચક સાહિત્ય વાંચવામાં સમય પસાર થશે. નેગેટિ...

  વધુ વાંચો