ધરપકડ:LCBએ જૂની કોલોનીમાંથી 56 હજારનો દારૂનો જથ્થો ઝડપ્યો

અંકલેશ્વર4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પોલીસે બુટલેગર ઉમેશ વસાવાને ઝડપી પાડ્યો
  • તહેવાર પૂર્વે દારૂ ઝડપી પાડવા પોલીસની કવાયત

ભરૂચ એલસીબી પોલીસની ટીમ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી તે દરમિયાન અંકલેશ્વર જીઆઇડીસી માં જૂની કોલોની ખાતે રહેતા ઉમેશભાઇ મહેશભાઈ વસાવા ઈંગ્લીશ દારૂ નું ધૂમ વેચાણ કરી રહ્યો હોવાની ચોક્કસ બાતમી એલસીબી ની ટીમને મળી હતી.

બાતમી આધારે એલસીબી પોલીસે ઉમેશ વસાવા ના ઘરે દરોડા પાડતા ઘર માંથી ઈંગ્લીશ દારૂનો જથ્થો મળી આવ્યો હતો પોલીસે ઉમેશ વસાવા ની અટકાયત કરી 21 હજાર ઉપરાંતનો ઈંગ્લીશ દારૂ ,મોબાઈલ અને રોકડ રકમ મળી કુલ રૂપિયા 56 હજારનો મુદ્દામાલ કબ્જે કરી મહારાષ્ટ્રના અક્કલકુવા ના સાગર વાઇન શોપ ના સંચાલક ને વોન્ટેડ જાહેર કરી તેઓ વિરુદ્ધ અંકલેશ્વર જીઆઇડીસી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...