તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:હજાતના કુખ્યાત બૂટેલગર દશરથને ત્યાં LCBના દરોડા, પોલીસે 1.12 લાખનો દારૂનો જથ્થો જપ્ત કર્યો, દશરથની ધરપકડ, ગોપી મારવાડી વોન્ટેડ

અંકલેશ્વર21 દિવસ પહેલા
  • કૉપી લિંક

ભરૂચ એલસીબીએ અંકલેશ્વર ના હજાતના કુખ્યાત બુટેલગર દશરથ વસાવા ને ત્યાં દરોડા પાડ્યા હતો. ઈંગ્લીશ દારૂની 984 બોટલ ઝડપી પાડી કરી હતી. પોલીસે કુખ્યાત બુટલેગર દશરથ વસાવા ની ધરપકડ કરી જયારે ગોપી મારવાડી ને વોન્ટેડ જાહેર કરી કર્યો હતો. 1.12 લાખ રૂપિયાની ઈંગ્લીશ દારૂનો જથ્થો જપ્ત કર્યો હતો. ભરૂચ એલસીબી પોલીસની ટીમ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન અંકલેશ્વરના હજાત ગામે રહેતા દશરથ બાલુ વસાવા એ તળાવ પાસે બાવળની ઝાડી માં ઈંગ્લીશ દારૂનો જથ્થો સંતાડેલો હોવાની માહિતી ના આધારે તળાવ પાસે દરોડા પાડ્યા હતા.

જ્યાં ઈંગ્લીશ દારૂનો મોટો જથ્થો મળી આવ્યો હતો એલસીબી પોલીસે દશરથ વસાવા ની ધરપકડ કરી કરી હતી જેની પૂછપરછ માં ઈંગ્લીશ દારૂ નો જથ્થો ગોપી મારવાડી પાસે થી મેળવ્યો હોવાની કબૂલાત કરતા પોલીસે ગોપી મારવાડી ને વોન્ટેડ જાહેર કર્યો હતો. જયારે સ્થળ ઉપરથી 1.12 લાખ રૂપિયાની ઈંગ્લીશ દારૂ ની 984 નંગ બોટલો જપ્ત કરી હતી. બનાવ સંદર્ભે તાલુકા પોલીસ મથકે ફરિયાદ આપતા તાલુકા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ આરંભી હતી.

અન્ય સમાચારો પણ છે...