બુટલેગરનો નવતર કીમિયો નાકામ:અંકલેશ્વરમાં જમીનમાં સંતાડેલો દારૂનો જથ્થો LCB પોલીસે ઝડપી પાડ્યો; મહિલાની અટકાયત કરી પતિને વોન્ટેડ જાહેર કર્યો

અંકલેશ્વરએક મહિનો પહેલા
  • કૉપી લિંક

અંકલેશ્વરના જૂના બોરભાઠા બેટ ખાતે બુટલેગરે વાડામાં પીપળા (ડ્રમ) દાટી અંદર દારૂ સંતાડ્યો હોવાની ચોક્કસ માહિતી આધારે એલસીબી પોલીસે જમીનમાં દાટી સંતાડેલો દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. પોલીસે સ્થળ પરથી દારૂની 249 બોટલ કિંમત રૂ.26.500 સાથે મહિલા બુટલેગરની અટકાયત કરી તેના પતિને વોન્ટેડ જાહેર કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.

ઘરના વાડાના ભાગેથી દારૂનો જથ્થો ઝડપાયો
ભરૂચ એલસીબી પોલીસની ટીમ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી. તે દરમિયાન ચોક્કસ માહિતી મળી હતી કે, જૂના બોરભાઠા બેટ ખાતે ભારતીય બનાવટનો ઈંગ્લીશ દારૂનો વેપલો ચલાવતા કુખ્યાત બુટલેગર ઉક્ક્ડ વસાવાએ પોતાના ઘરના વાડાના ભાગે જમીનમાં ખાડો ખોદી અંદર પીપળા (ડ્રમ) દાટ્યા છે. જેમાં વિપુલ પ્રમાણમાં દારૂનો જથ્થો છુપાવ્યો છે. જેના આધારે એલસીબી પોલીસે દરોડા પડ્યા હતા. જ્યાં ઘરમાં સર્ચ કર્યા બાદ વાડામાં શંકાસ્પદ લાગતા ખોદકામ કરતા પીપળા મળી આવ્યા હતા. જે ખોલતાં જ અંદરથી ઈંગ્લીશ દારૂની નાની-મોટી બોટલનો જથ્થો મળી આવ્યો હતો.

પોલીસે 249 નંગ દારૂની બોટલો ઝડપી પાડી
LCBની ટીમે ડ્રમમાંથી 249 ઈંગ્લીશ દારૂની બોટલ મળી કુલ રૂ.26.500નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. તેમજ મહિલા બુટલેગર ગંગા ઉક્ક્ડભાઈ વસાવાની ધરપકડ કરી હતી. જ્યાંરે તેના બુટલેગર પતિ ઉક્ક્ડ વસાવાને વોન્ટેડ જાહેર કર્યો હતો. તેમજ અંકલેશ્વર શહેર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ આરંભી હતી.

અન્ય સમાચારો પણ છે...