શિક્ષણ યજ્ઞ:શિક્ષણથી વંચિત બાળકો માટે અદ્યતન હોસ્ટેલ શરૂ

અંકલેશ્વરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • હાંસોટના આંકલવા અને જંબુસરના માલપુરમાં સિઝનલ અને રેસીડેન્સલ હોસ્ટેલ

પ્રત્યેક બાળકને શિક્ષણ આપવાના પ્રયાસ રૂપે સમગ્ર શિક્ષા અભિયાન દ્વારા શિક્ષણથી વંચિત બાળકો માટે અદ્યતન હોસ્ટેલ શાળા શરૂઆત ભરૂચ જિલ્લા માં કરવામાં આવી છે. હાંસોટના આંકલવા અને જંબુસરના માલપુરમાં સીઝનલ અને રેસીડેન્સલ હોસ્ટેલમાં વર્ષ 2021-22 શૈક્ષણિક વર્ષ માટે પ્રવેશ કાર્ય શરૂ કર્યું છે.

સમગ્ર શિક્ષા અભિયાન ગાંધીનગર કચેરી હેઠળ ભરૂચ જિલ્લા સમગ્ર શિક્ષા એ.આર.એન.બી શાખા હેઠળ જિલ્લા શિક્ષણાધિકારી તેમજ પ્રાથમિક શિક્ષણાધિકારી ના માર્ગદર્શન હેઠળ ભરૂચ જિલ્લા અત્યંત અદ્યતન શાળા કમ રેસીડેન્સલ હોસ્ટેલ સેવા શરુ કરાઈ છે. ભરૂચ જિલ્લાના હાંસોટ તાલુકાના આંકલવા ગામ ખાતે સીઝનલ અને રેસિડેન્સલ હોસ્ટેલ શાળા ની શરૂઆત કરાઈ છે. જ્યાં નિઃશુલ્ક વિદ્યાર્થીઓ ને જમવા -રહેવા સહીત ની શિક્ષણની સુવિધા ઉભી કરવામાં આવી છે. તેમજ જંબુસરના માલપુર ખાતે પણ આ સુવિધા શરુ કરાઈ છે. જે થી ત્યાં મીઠા ના અગર માં કામ કરતા બાળકોને શિક્ષણ પ્રાપ્ત કરી શકાય આ ઉપરાંત જિલ્લા ના બાળકો જેવો હોસ્ટેલ માં રહી ભણવા માગતા હોય તેવા તમામ બાળકો માટે આ સુવિધા કાર્યરત કરવામાં આવી છે.

તદ્દન નિઃશુલ્ક હોસ્ટેલમાં રહેવા જમવા સહીત શિક્ષણની સુવિધા સજ્જ હોસ્ટેલ-શાળામાં 1 ધોરણ થી 11ના બાળકો અભ્યાસ કરી શકે છે. કોઈપણ બાળકો શિક્ષણથી વંચિત ન રહે તે માટે પ્રયત્નો કરવામાં આવ્યા છે. માતા-પિતા બંને ના હોય કે પછી બે માંથી એક પણ ની છત્રછાયા ગુમાવી હોય તેવા બાળકોને પણ પ્રવેશ આપવામાં આવશે. શ્રમિકોના બાળકો હોય કે મજૂરી કામ કરતા બાળકો તમામ બાળકો શિક્ષણ ના પ્રવાહ સાથે આવરી લેવાનો પ્રયાસ રૂપે તેમને શિક્ષિત કરવા ના ભાગ રૂપે આ આયોજન કરવામાં આવ્યું છે.

આધુનિક શિક્ષણ સાથે તમામ સુવિધાઓથી સજ્જ છે
આંકલાવ પ્રાથમિક શાળા સાથે રેસીડેન્સલ હોસ્ટેલ ઉભી કરવામાં આવી છે. જેમાં તમામ આધુનિક સુવિધાથી સજ્જ હોસ્ટેલ છે. બાળકો માટે શાળામાં ડિજિટલ શિક્ષણ થી લઇ તમામ પ્રકારની સુવિધા ઉપલબ્ધ છે. જેનો લાભ બાળકો લઇ શકે ત્યારે બાળકો આ હોસ્ટેલ પ્રવેશ મેળવવા શાળા નો સંપર્ક કરવા અનુરોધ છે. > હિરેન પટેલ, આચાર્ય, આંકલાવ પ્રાથમિક શાળા

કોઈપણ બાળક શિક્ષણથી વંચિત ન રહે તેવા પ્રયત્નો
જિલ્લા રખડતા-ભટકતા, બસ સ્ટેશન હોય કે રેલ્વે સ્ટેશન પર રહેલા બાળકો મજુર વર્ગ ના બાળકો તેમજ માતા -પિતા ના હોય કે બંને માંથી એક પણ ના હોય તેવા બાળકો શિક્ષણથી વંચિત ના રહી જાય તે માટે તેમને હોસ્ટેલ માજ રાખી શિક્ષણ આપવાના ભાગરૂપે જિલ્લા માં 2 હોસ્ટેલ શાળા શરૂ કરાઈ છે. શૈક્ષણિક વર્ષ 2021-22 ના વર્ષ આ બંને હોસ્ટેલ માં પ્રવેશ આપવામાં આવી રહ્યો છે. જે માટે બાળકોના વાલીઓ વહેલી તકે શિક્ષણ વિભાગનો સંપર્ક કરી એડમિશન મેળવે તેવી અપીલ છે. > કૈલાશબેન ભોઈ, અધિકારી, સમગ્ર શિક્ષા અભિયાન.

અન્ય સમાચારો પણ છે...