તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રજૂઆત:સ્વ. અહેમદ પટેલનું AIA દ્વારા સ્ટેચ્યુ બનાવવા માગ

અંકલેશ્વર17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 6 મહિના બાદ પણ નિર્ણય ન લેતાં રજૂઆત

અંકલેશ્વર ઉદ્યોગ મંડળ સ્વ. અહેમદ પટેલનું સ્ટેચ્યુ ઉભું કરે તેવી માંગ પ્રકૃતિ સુરક્ષા મંડળ દ્વારા કરવામાં આવી છે. ગત 25 મી નવેમ્બર ના રોજ જિલ્લા ના પનોતા પુત્ર અને જિલ્લા ઉદ્યોગ ના વિકાસ શિલ્પી એવા સ્વ.અહમદભાઈ પટેલનું દુઃખદ નિધન થયું હતું

ભરૂચ જિલ્લા માં ઓદ્યોગિક વિસ્તાર તરીકે નો પાયો નાખનાર અને તેને વિકસાવવા માં સ્વ.અહમદ ભાઈ પટેલ નું યોગદાનને પ્રજાએ યાદ કર્યા હતા જેમાં ઉદ્યોગ અગ્રણીઓ દ્વારા પણ ઘણી દુઃખદ લાગણી વ્યક્ત કરાઈ હતી. અંકલેશ્વર ઉધોગ મંડળના પ્રમુખ દ્વારા જાહેરાત કરવામાં હતી કે સ્વ. અહેમદભાઈ પટેલનું સ્ટેચ્યુ બનાવી જીઆઇડીસી ઓફિસ કે જીઆઇડીસી વિસ્તારમાં યોગ્ય જગ્યાએ લગાવવામાં આવશે તેમજ નોટિફાઇડ હદ વિસ્તાર ના મુખ્ય માર્ગ ને “અહમદભાઈ પટેલ માર્ગ” તરીકે નામ આપવામાં આવશે. જો કે આ જાહેરાતના ૬ મહિના બાદ પણ સ્ટેચ્યુ નહીં બનાવતાં તે બનાવવાનીમાંગ કરી છે.

અન્ય સમાચારો પણ છે...