તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોર્ટનો હુકમ:અંકલેશ્વરના રેમડેસિવિર પ્રકરણમાં તબીબ સહિત 2ના જમીન નામંજૂર

અંકલેશ્વર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઝડપાયેલ 3 આરોપી પૈકી 2એ કોર્ટમાં જામીન માટે અરજી કરી હતી

ભરૂચ જિલ્લામાં કોરોનાનો કહેર વર્તાતા મેડિકલ માફિયાઓ અને કાળાબજારિયાઓ કમાણી કરી રહ્યા હતા. દરમિયાન ગત 27 એપ્રિલ અંકલેશ્વરના જોગર્સ પાર્ક ખાતેથી ભરૂચ એલસીબીએ રેમડેસિવિર ઇન્જેક્શન નો થતો કાળો કારોબાર ઉઘાડો પાડી 2 વચેટિયાની ગત રોજ પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી.

પોલીસે રાઘવેન્દ્રસિંગ માલખાનસિંગ છોટ સિંગ ગૌર રહે ગાર્ડન સીટી અને અને ઋપંક મુકેશ બાબુલાલ શાહની ધરપકડ કરી હતી અને આ અંગે જીઆઇડીસી પોલીસ મથકે ગુનો નોંધાવ્યો હતો. જેની તપાસ ભરૂચ એસ.ઓ.જી પોલીસ ને સોંપવામાં આવતા એસ.ઓ.જી પી.આઈ મંડોળા એ આરંભી હતી આ અને ગણતરી ના કલાકો માં એસ.ઓ.જી પોલીસે ફરાર તબીબ ડૉ સિદ્ધાર્થ મહિડા ની પણ માહિતી આધારે ધરપકડ કરી હતી.

જે તમામ આરોપી રિમાન્ડ પૂર્ણ થતાં હાલ સબ જેલ માં છે. જે પૈકી ડૉ સિદ્ધાર્થ મહિડા અને રાઘવેન્દ્રસિંગ માલખાનસિંગ છોટ સિંગ ગૌર અંકલેશ્વર સેશન કોર્ટ માં જામીન માટે અપીલ કરી હતી જે અપીલ ને અંકલેશ્વર કોર્ટે એ નકારી કાઢી હતી અને કોરોના કાળ માં જ્યાં દર્દી ઇન્જેક્શન નથી મળતા અને તેની કાળાબજારી માં વેચવા ને દર્દી જીવ પણ જોખમાય રહ્યા છે. સહિત કોરોના કાળ ગંભીરતા જોતા બંનેની જામીન અરજી ફગાવી દીધી હતી. ઋપંક મુકેશ બાબુલાલ શાહ એ કોર્ટમાં જામીન અરજી ના કરી હોવાનું પણ જાણવા મળી રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...