ભાસ્કર એક્સક્લુઝિવ:ચીનમાં કોરોના વધતાં અંકલેશ્વરના ઉદ્યોગો “કવોરન્ટાઇન”ની સ્થિતિમાં, ચીનથી આયાત કરાતાં રો મટિરિયલના ભાવમાં 3 ગણો વધારો

અંકલેશ્વરએક મહિનો પહેલાલેખક: હર્ષદ મિસ્ત્રી
  • કૉપી લિંક
  • રશિયા અને યુક્રેન યુદ્ધ વચ્ચે ચીને વધારી ઉદ્યોગકારોની ચિંતા
  • કોસ્મેટિક, ડાઇઝ અને ફાર્મા ઉદ્યોગો હાલ પડતા પર પાટુ જેવી સ્થિતિનો કરી રહ્યાં છે સામનો
  • અંકલેશ્વરના ઉદ્યોગોની આયાત અને નિકાસના દરમાં થઇ ચૂકયો છે 40 ટકા જેટલો ધરખમ ઘટાડો
  • મટિરિયલનો ટ્રાન્સપોર્ટેશન ખર્ચ 1,300 ડોલરથી વધી 3,000 ડોલર થઇ જતાં ઉદ્યોગોનો વધ્યો ખર્ચ

રશિયા-યુક્રેન યુદ્ધ બાદ ચાઇના સંકટે ઉદ્યોગો ની દશા બગાડી છે. એક્સપોર્ટ -ઈમ્પોર્ટ પર 40 % અસર ઉભી થઇ છે. યુક્રેન અને રશિયા ના માંથી આવતા રો મટીરીયલ ચાઇના માંથી મેળવવા જતા ટ્રાન્સ્પોટેશન મોંધુ બન્યું છે. ચાઈના કોરોના સંક્રમણ વધતા છેલ્લા એક મહિનાથી એક્સપોર્ટ -ઈમ્પોર્ટ ઠપ થતાં ફાર્મા, ડાઇઝ ઇન્ટરમિડિયેટ અને એગ્રો ઇન્ડસ્ટ્રીઝ માં મંડી નું વાતાવરણ ફેલાયું છે. છેલ્લા દોઢ મહિનાથી ચાલી રહેલા રશિયા-યુક્રેન યુદ્ધ બાદ ચાઇના માં કોરોના સંક્રમણ ને લઇ છેલ્લા 1 મહિના થી એક્ષ્પોર્ટ -ઈમ્પોર્ટ ઠપ થઇ ગયું છે. એક્સપોર્ટ -ઈમ્પોર્ટ પર 40 % અસર ઉભી છે.

અંકલેશ્વર તેમજ જિલ્લા માંથી 40 % જેટલા એક્સપોર્ટ -ઈમ્પોર્ટ વ્યવહાર
ક્રૂડ ઓઇલ ભાવ વધતા પેટ્રોકેમિકલ ના ભાવ આસમાને પહોંચી ગયા છે. અંકલેશ્વર સહીત જિલ્લા ન ઉદ્યોગો સૌથી વધુ યુરોપ દેશ સાથે એક્ષ્પોર્ટ -ઈમ્પોર્ટ કરી રહ્યા છે. તેમાં પણ યુક્રેન સાથે કોસ્મેટિક ડાઇઝ નો એક્ષ્પોર્ટ વ્યાપાર કરે છે. આ ઉપરાંત જર્મની, ફ્રાન્સ, રશિયા સહીત અન્ય યુરોપિયન દેશો સાથે એક્ષ્પોર્ટ સાથે સાથે ઈમ્પોર્ટ પણ કરતા હોય છે. અંકલેશ્વર તેમજ જિલ્લા માંથી 40 % જેટલા એક્સપોર્ટ -ઈમ્પોર્ટ વ્યવહાર છે.

કોરોના સંક્રમણ વધતા એક્ષ્પોર્ટ -ઈમ્પોર્ટ પર વ્યાપક અસર
યુદ્ધના કારણે યુરોપીય દેશો જોડે ચાલતા કોસ્મેટિક -ડાઇઝ જે સૌંદર્ય પ્રસાધનો ઉપયોગ માં લેવાઈ છે તે તેમજ જીવન રક્ષક દવાઓ, ડાઇઝ, એગ્રો તેમજ ફાર્મા ઉદ્યોગો માં વપરાતા બલ્ક ડ્રગ, કોટન ઉદ્યોગો પર અસર ઉભી થઇ છે. તો બીજી તરફ છેલ્લા એક મહિના થી ચાઈના માં કોરોના સંક્રમણ વધતા એક્ષ્પોર્ટ -ઈમ્પોર્ટ પર વ્યાપક અસર થઇ છે.

ડોલર આપવા છતાં રો મટીરીયલ મળી નથી રહ્યું
રો મટીરીયલ નહિ આવતા ઉદ્યોગો મંડી ચપેટમાં આવી રહ્યા છે. એટલું જ નહિ ચાઈના સાથે કન્ટેનર નો ટ્રાસ્પોટેશન 1300 ડોલર થી વધી ને 3000 ડોલર થઇ ગયો છે. ડોલર આપવા છતાં રો મટીરીયલ મળી નથી રહ્યું, તો સમયસર રો મટીરીયલ નહિ મળતા ઓડર સમયસર પૂર્ણ ના કરી શકતા ઉદ્યોગો ની સાખ વૈશ્વિક બજાર માં બગાડી રહી છે. બળતામાં ઘી હોમ્યું હોય એમ રો મટીરીયલ ના ભાવ માં 2 થી 4 ઘણો વધારો થયો છે.

વિદેશથી આવતા રો-મટિરિયલના પહેલાંના અને હાલના ભાવ

રો મટિરિયલપહેલાંહમણાં
કોસ્ટિક પોટાશ60/-160/-
ટોલવીન40/-130/-
ઇથાઇલ એસિડિક60/-101/-
એસિડિક એસિડ30/-90/-
નાઇટ્રિક12/-45/-

તમામ ભાવ પ્રતિ કિલોગ્રામના છે

ચીનમાં વધી રહેલા કોરોનાએ અનેક ઉદ્યોગોને આર્થિક રીતે મુશ્કેલીમાં મૂકી દીધાં છે
આપણા સ્થાનિક ઉદ્યોગો યુક્રેન સહીત યુરોપ ના દેશો સાથે સૌથી વધુ એક્ષ્પોર્ટ અને ઈમ્પોર્ટ કરે છે. ખાસ કરીને કોસ્મેટિક -ડાઇઝ ,ફાર્મા, ડાઇઝ, એગ્રો તેમજ ફાર્મા ઉદ્યોગો માં વપરાતા બલ્ક ડ્રગ, કોટન ઉદ્યોગો પર અસર ઉભી થઇ છે. એક્ષ્પોર્ટ અને ઈમ્પોર્ટ માં 40 % ધટાડો થયો છે સાથે આર્થિક ટ્રાન્જેક્શન પણ અટકી ગયા છે.ઉદ્યોગો મંદીની ચપેટમાં આવી રહી છે. ત્યારે આની સીધી અસર ખાદ્ય પર પડશે. - રમેશ ગાભાણી, પ્રમુખ, એ.આઈ.એ

બેલારુસથી પોટાશ ડાઇ-ક્લોરાઇડ નામનું મટિરિયલ તો આવતું જ નથી
કોરોના સંક્રમણ ચાઈનામાં વધતા એક્સપોર્ટ -ઈમ્પોર્ટમાં ઘટાડો થયો છે. 40 % સુધી ના ઘટાડા સાથે ચાઈના થી આવતા રો મટીરીયલ 70% થી પણ ઓછા આવી રહ્યા છે. જેને લઇ ઉદ્યોગો ને પડતા પર પાટુ પડ્યું છે. રો મટીરીયલ ના ભાવ માં ધરખમ વધારો થયો છે. બેલારુસ થી પોટાશ ડાઇ ક્લોરાઇડ નામનું મટીરીયલ તો આવતું નથી. - અનીશ પરીખ, ઉદ્યોગકાર, અંક્લેશ્વર

​​​​​​​ભારતમાં જ રો મટિરિયલના ઉત્પાદનમાં હજી 2 વર્ષ લાગશે
ભારતના કટ્ટર હરીફ ગણાતા ચાઈના સામે ટક્કર આપવા માટે જે રો મટીરીયલ ની 70 % નિર્ભરતા છે તે ધટાડવા માં ઉદ્યોગો રો મટીરીયલ ઉત્પાદન શરૂઆત કરી છે. ત્યારે દેશ ના ઉદ્યોગો ની માંગ ને પહોંચી વળવા માટે આત્મ નિર્ભર ભારત અભિયાન અંતર્ગત ઉદ્યોગો રો મટીરીયલ હજી 2 વર્ષ લાગશે. બીજી તરફ સરકાર દ્વારા કોસ્ટિક ,નાટ્રીક મિથેનોલ,સલ્ફ્યુરિક સહીત ના રો મટીરીયલ નું ઉત્પાદન વધારે તો ઉદ્યોગો ને થોડી રાહત થઇ શકે છે.

યુક્રેન યુદ્ધના કારણે ભારત દેશની અર્થ વ્યવસ્થા પર પણ અસર થઇ છે
યુક્રેન -રશિયા વચ્ચે યુદ્ધની અસર દેશની આર્થિક ઇકોનોમી પર તેમજ સ્થાનિક ઉદ્યોગો પર પડશે. ખાસ કરી ઉદ્યોગો યુરોપિયન દેશો સાથે એક્ષ્પોર્ટ અને ઈમ્પોર્ટ બને કરી રહ્યા છે. જેને લઇ આગામી દિવસો 40 % એક્ષ્પોર્ટ અને ઈમ્પોર્ટ પર ઘટાડો થયો છે. જીએસટી માં ગત એપ્રિલ માં 1.68 લાખ કરોડ નોંધાઈ હતી જે ઘટીને 1.40 લાખ કરોડ પર પહોંચી ગઈ છે. - મહેશ પટેલ, પૂર્વ પ્રમુખ એ.આઈ.એ

.

અન્ય સમાચારો પણ છે...