તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

તપાસનું કોકડું ઘુચવાયું:દુષ્કર્મ કેસમાં સગીરાનો મેડિકલ રિપોર્ટ ન આવતા કોકડુ ગૂચવાયું, અંક્લેશ્વરના બર્થડે પાર્ટી દુષ્કર્મ કેસમાં પોલીસ તપાસનો મદાર FSL રિપોર્ટ પર

અંકલેશ્વર2 મહિનો પહેલા
  • કૉપી લિંક

અંકલેશ્વરમાં બર્થડે પાર્ટી દુષ્કર્મ મામલે હવે પોલીસ તપાસનો મદાર એફએસએલ રિપોર્ટ પર અટક્યોયો છે. દુષ્કર્મના મામલે તબીબ દ્વારા સ્પષ્ટ અભિપ્રાય ના આપતા મામલો ગુંચવાયો છે.અંકલેશ્વરમાં ગત સપ્તાહે 2 સગીરા સાથે મિત્રની પાર્ટીમાં લઇ ગયા બાદ તેની સાથે દુષ્કર્મ આચર્યું હોવાનો મામલો ટોક ઓફ ઘી ટાઉન બન્યો હતો. જેમાં સગીરાઓને નશાનું સેવન કરી રાત્રી રોકાણ યુવાનના ઘરે કર્યું હતું. જ્યાં તેની સાથે નશામાં યુવાને દુષ્કર્મ આચર્યું હોવાની કેફિયત પોલીસ સમક્ષ રજૂ કરતાં પોલીસે તમામ 5 યુવાનો પ્રાથમિક અપહરણ અને પોસ્કો એક્ટ હેઠળ ધરપકડ કરી હતી.

જે મામલે પોલીસે તમામના તબીબી પરીક્ષણ કર્યા હતા. જેમાં સગીરાના તબીબી રિપોર્ટ સ્પષ્ટ ના આવતા હવે પોલીસની એફએસએલ રિપોર્ટ પર અટકી છે.જે રિપોર્ટમાં દુષ્કર્મ અંગે પુષ્ટિ મળ્યા બાદ પોલીસ કોર્ટની મંજૂરી મેળવી દુષ્કર્મની આઈપીસી ધારાનો ઉમેરો કરશે. હાલ તમામ 5 આરોપી સબ જેલમાં છે. યુવતીનો મેડિકલ રિપોર્ટમાં સ્પષ્ટતા નહીં આવતા તપાસનું કોકડું ઘુચવાયું છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- જે કામ માટે તમે છેલ્લાં થોડા સમયથી કોશિશ કરી રહ્યા હતાં, તે કાર્ય માટે કોઇ યોગ્ય સંપર્ક મળી જશે. વાતચીતની મદદથી તમે કોઇ મામલાનું સમાધાન શોધી લેશો. કોઇ જરૂરિયાતમંદ મિત્રની મદદ કરવાથી તમને આત્...

વધુ વાંચો

Open Divya Bhaskar in...
  • Divya Bhaskar App
  • BrowserBrowser