આયોજન:SMA-1ની બીમારીથી પીડાતા પાર્થ માટે કમલેશ બારોટનો ડાયરો

અંકલેશ્વરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • નવ જીવન ગરબા ગ્રાઉન્ડ ખાતે ડાયરો યોજાયો

એસ.એમ.એ ની બીમારી થી પીડાતા 3 માસ ના પાર્થ પવાર માટે ડાયરા કલાકાર કમલેશ બારોટ આગળ આવ્યા હતા. જીઆઇડીસી નવ જીવન ગરબા ગ્રાઉન્ડ ખાતે ડાયરો યોજી ફંડ એકત્ર કર્યું હતું. મોટી સંખ્યામાં દાતા ઓ દાનનો ધોધ વહાવ્યો હતો. કમલેશ બારોટ ગીતો ની રમઝટ વચ્ચે સતત્ત આર્થિક મદદ માટે લોકો આગળ આવતા રહ્યા હતા. અંકલેશ્વર ના ગડખોલ પ્રમુખ પાર્ક ખાતે રહેતા પાર્થ પવાર એસ.એમ.એ ની ગંભીર બીમારી થી પીડાઈ રહ્યા છે. જેને માટે પાવર પરિવાર દ્વારા મદદ માટે લોકો અપીલ કરી રહ્યા છે.

3 માસ ના પાર્થ પાવર ના આ સંઘર્ષ માં ગુજરાત ના જાણીતા ડાયરા કલાકાર કમલેશ બારોટ આગળ આવ્યા હતા. અને 2 દિવસ પૂર્વે નવજીવન ગરબા ગ્રાઉન્ડ ખાતે લોક ડાયરો યોજવાની જાહેરાત કરી હતી સ્થાનિક આયોજન ના સથવારે રવિવાર ના રોજ લોક ડાયરો યોજવામાં આવ્યો હતો. જેમાં કમલેશ બારોટ દ્વારા કરવામાં આવેલ જાહેર અપીલ ને લોકો નો બહોળો પ્રતિસાદ મળ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...