ઓળખ:અંકલેશ્વરમાં રેડીયો રીપેર કરતા કાદરની ઓળખ બની કાદરભાઈ રેડિયોવાળા

અંકલેશ્વર6 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સંદેશાવ્યવહાર અને મનોરંજન માટે લોકપ્રિય માધ્યમ એટલે રેડિયો

સંદેશાવ્યવહાર અને મનોરંજન માટે ઉપયોગમાં લેવાતા લોકપ્રિય માધ્યમ એટલે રેડિયો. 13 ફેબ્રુઆરી વર્લ્ડ રેડિયો દિવસની ઉજવણી કરાઈ છે. જે વચ્ચે અંકલેશ્વરના ટેલર ભરત સુરતી માટે રેડિયો વર્ષોથી સાથીદાર રહ્યો છે. ભરત સુરતીએ આધુનિક મનોરંજન માધ્યમોના બદલે રેડિયોને પોતાના સાથીદાર બનાવ્યો છે. રેડીયો રીપેર કરતા સેલાડવાડના કાદરભાઈની ઓળખ કાદરભાઈ રેડિયો વાળા બની છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મન કી બાત રેડિયો માધ્યમથી કરી રેડિયોને આધુનિક યુગમાં નવી ઓળખ આપી છે. મોદીએ પ્રજા સાથે વાત કરવા માટે રેડિયોનું માધ્યમ પસંદ કરી રેડિયો પર પોતાના મન કી બાત ની શરૂઆત કરી છે. ત્યારથી પુનઃ લોકો રેડિયો તરફ પુનઃ આકર્ષણ જમાવ્યું છે. અને રેડિયો તરફ લોકો વળી રહ્યા છે. આ વચ્ચે આજે વિશ્વ રેડિયો દિવસ છે. રેડિયો, સદીઓ જૂનું માધ્યમ હોવા છતાં. સંદેશાવ્યવહાર અને મનોરંજન માટે ઉપયોગમાં લેવાતા લોકપ્રિય માધ્યમોમાંનું એક છે.

અન્ય સમાચારો પણ છે...