રાધાજીના જન્મોત્સવની ઉજવણી:અંકલેશ્વરના 200 વર્ષ જૂના પૌરાણિક રાધાવલ્લભ મંદિર ખાતે રાધાષ્ટમીની હર્ષોલ્લાસભેર ઉજવણી; મોટી સંખ્યામાં ભક્તો દર્શનાર્થે ઉમટ્યા

અંકલેશ્વર24 દિવસ પહેલા
  • કૉપી લિંક

અંકલેશ્વરના લગભગ 200 વર્ષ જુના રાધા વલ્લભ મંદિર ખાતે રાધાઅષ્ટમીની પરંપરાગત રીતે ઉજવણી કરાઇ હતી. જેમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો દર્શનાર્થે ઉમટી પડ્યા હતા.

રાધા વલ્લભ મંદિરે રાધાષ્ટમીની ઉજવણી
અંકલેશ્વરના પંચાટી બજાર સ્થિત રાધા વલ્લભ મંદિર ખાતે રાધાષ્ટમી નિમિત્તે પ્રતિવર્ષની જેમ પરંપરાગત જન્મોત્સવ ઉજવવામાં આવે છે. જેના ભાગરૂપે ગઈકાલે શનિવારે સાતમના દિવસે અંકલેશ્વર હરીદર્શન સોસાયટી ખાતે આવેલા કમાલી બાબાની વાડી ખાતે પાદુકા પૂજન સહિતની ધાર્મિક વિધિ યોજાઈ હતી. જ્યારે આજે રવિવારે રાધાષ્ટમીના દિવસે વહેલી પરોઢે રાધાજીના જન્મોત્સવની ઉજવણી કેસર સ્નાન સહિતની ધાર્મિક પરંપરા અનુસાર ઉજવણી કરાઈ હતી. આ પ્રસંગે રાધા વલ્લભ મંદિરના જગદીશ લાલજી ગોસ્વામી સહિત મોટી સંખ્યામાં ભાવિક ભક્તો ઉપસ્થિત રહ્યા હતા..મોટી સંખ્યામાં દર્શનાર્થે ઉમટી પડેલા ભક્તોએ રાધાજીના જન્મની ઉજવણીમાં ભાગ લઈ ધન્યતા અનુભવી હતી.

અન્ય સમાચારો પણ છે...