તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કૌભાંડ ઝડપાયું:અડોલ ગામે ડ્રોન સર્વેલન્સથી અંકલેશ્વરમાં ખાણ-ખનીજ વિભાગ અને વિજિલન્સનું સંયુક્ત ઓપરેશનઃ 2 ડમ્પર, 2 પોકલેન મશીન કબ્જે કર્યા

અંકલેશ્વર16 દિવસ પહેલા
  • કૉપી લિંક

અંકલેશ્વર ના અડોલ ગામ ખાણ-ખનીજ વિભાગ વિજિલન્સ અને ભરૂચ સંયુક્ત ઓરેશન હાથ ધરી ડ્રોન સર્વેલન્સ વડે મસ મોટું માટી ચોરીનું કૌભાંડ ઝડપી પાડ્યું હતું. ખાનગી જમીન માલિકીમાં 2 હિટાચી મશીન અને જેસીબી વડે ડમ્પરો માટી ભરી લઇ જતા ડ્રોન કેમેરામાં કેદ થયા હતા. તંત્ર દ્વારા મશીનરી જપ્ત કરી : સ્થળ તાપસ કરી જમીન માપણી સહીત કામગીરી આરંભી હતી. તેમજ તાલુકા પોલીસ મથકે ગુનો નોંધવાની પ્રક્રિયા હાથ ધરવામાં માં આવતા ભૂ માફિયાઓમ હડકામ મચી જવા પામ્યો હતો.

પ્રાપ્ત માહિતી અનુસાર અંકલેશ્વર તાલુકાના અડોલ ગામની સીમમાં, તા.અંકલેશ્વર માં ડ્રોન સર્વેલન્સ થી ચેકીંગ હાથ ધરવામા આવ્યું હતું. જે વિસ્તારમાં થી 2 પોકલેન મશીન બિન અધિકૃત પરમિટ વગર માટીનું ખોદકામ કરતા અને 2 ડમ્પર જગ્યા પર માટી ખનન કરી લઇ જતા ડ્રોન કેમેરામાં કેદ થઇ જવા પામ્યા હતા. જે કેદ થતાંજ ગાંધીનગર વિઝીલન્સ ટીમ તેમજ ભરૂચ ખાણ અને ખનીજ વિભાગની ટીમ સ્થળ ત્રાટકી હતી. અને સ્થળ પર થી 2 પોકલેન મશીન બિન અધિકૃત પરમિટ વગર માટીનું ખોદકામ કરતા અને 2 ડમ્પર જગ્યા સિઝ કર્યા હતા.

જે પૈકી 2 પોકલેન મશીનને સિઝ કરી તાલુકા પોલીસ સ્ટેશન અંકલેશ્વર ખાતે અને 2 ડમ્પરને સિઝ કરી કલેક્ટર કચેરી ખાતે જપ્ત કરી મુકવામાં મૂકી દેવામાં આવ્યા હતા પ્રાથમિક પૂછપરછ માં ખાનગી માલિકીની જમીન આ ખોદકામ કરવામાં આવી રહ્યું અને આ માટી ખનિજ એક્સપ્રેસ હાઇવે ના કામ માટે લઈ જતા હોવાનું સ્થળ સુપરવાઈઝર દ્વારા જણાવ્યું હતું. જે આધારે સમગ્ર સાઈડ ખાણ અને ખનીજ વિભાગે સીઝ કરી હતી અને સ્થળ તપાસ તેમજ માપણી ની પ્રક્રીયા આરંભી હતી.

એટલુંજ નહિ આ જમીન કોની છે તેનો સર્વે નંબર કોનો છે જે અંગે પણ વિભાગે સંબંધિત વિભાગમાં થી માહિતી મેળવી ખાણ અને ખનીજ વિભાગએ તપાસ આરંભી હતી તેમજ માપણી બાદ વિભાગ દ્વારા દંડનીય કાર્યવાહી કરવામાં આવશે તેમજ આ અંગે અંકલેશ્વર તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધવાની તજવીજ આરંભી હતી.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...

વધુ વાંચો