આત્મહત્યા:જીતાલીના પરપ્રાંતીય યુવાને પત્નીની નજર સામે નર્મદા નદીમાં ઝંપલાવ્યું

અંકલેશ્વરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ભરૂચ ખાતે સંબંધીને ત્યાં બારમાંની વિધિ પૂર્ણ કરી ઘરે પરત જઇ રહ્યાં હતા

અંકલેશ્વર ના જીતાલી ગામ ખાતે રહેતા કે.પી સીંગ તેની પત્ની જોડે ભરૂચ ખાતે સંબંધી ને ત્યાં અંતિમ ક્રિયા માં 12 માં ની વિધિ માં આવ્યા હતા જ્યાં થી મોડી સાંજે પરત ફરી રહ્યા હતા તે દરમિયાન કે પી સીંગ એ નર્મદા મૈયા બ્રિજ પર અચાનક બાઈક ઉભી રાખી દીધી હતી ને અને ત્યારબાદ નર્મદા નદી ના પાણી હતું તે તરફ ચાલતા પહોંચી ગયા હતા જ્યાં પત્ની ના પાડવા છતાં ત્યાં પહોંચ્યા બાદ પત્ની હાથ પકડવા જતા જ પત્ની તેની નજર સામે જ નર્મદા નદીમાં ઝંપલાવી દીધું હતું, પત્ની દ્વારા બુમાબુમ કરતા લોકો દોડી આવ્યા હતા. અને આ અંગે સામાજિક કાર્યકર ને જાણ કરતા તેઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને સ્થાનિક નૌકા સંચાલક અને ફાયર ટીમને જાણ કરતા તેઓ એ શોધખોળ શરૂ કરી હતી તો શહેર બી ડિવિઝન પોલીસ મથકે જાણ થતા પોલીસ કાફલો પણ ઘટના સ્થળે દોડી આવ્યો હતો.

જો કે નર્મદા નદી માં ઝંપલાવનાર કે.પી સીંગ એ કયા કારણોસર નર્મદા નદી માં ઝપ લાવ્યું એ જાણી શકાયું નથી. પત્ની શોક મગ્ન હોય તેને પોલીસ તેમજ સામાજિક કાર્યકર સમક્ષ આ બાબતે કોઈ પણ જણાવ્યું ના હતું પોલીસ દ્વારા હાલ તો આ બાબતે તપાસ શરુ કરી નર્મદા નદી માં શોધખોળ શરુ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...