વારંવાર વીજળી ડુલ થવાની સમસ્યા:અંકલેશ્વરના જીતાલી ગામમાં છેલ્લાં 2 મહિનાથી રોજ રાત્રીના વીજ પુરવઠો ખોરવાઈ જાય છે; સ્થનિકોમાં વીજ કંપની સામે આક્રોશ ફેલાયો

અંકલેશ્વર23 દિવસ પહેલા

અંકલેશ્વર તાલુકાના જીતાલી ગામમાં છેલ્લાં 2 મહિનાથી વીજ સમસ્યાને લઈ લોકો ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. રોજ રાત્રીના અવાર-નવાર વીજળી ડૂલ થઈ જતાં લોકો અંધારામાં રાત વિતાવવા મજબુર બન્યા છે. અંકલેશ્વર અધ્યોગિક વસાહતમાં 24 કલાક વીજળી અપાય છે, જ્યારે અર્ધા કિમી અંતરમાં જીતાલી ગામમાં વીજ ડૂલને લઈ ગ્રામજનોમાં વીજ કંપની સામે આક્રોશ ફેલાઈ રહ્યો છે.

બે મહિનાથી રાત્રીના વીજ પુરવઠો ખોરવાઈ જાય છે
અંકલેશ્વર ઔદ્યોગીક વસાહત નજીક આવેલા જીતાલી ગામની સિલ્વર સોસાયટી સહીત ગામમાં બે મહિનાથી રાત્રીના વીજ પુરવઠો ખોરવાતા લોકો અંધારામાં રહેવા મજબુર બન્યા છે. બે મહિનાથી અનિયમિત વીજ પુરવઠાના કારણે લોકો પરેશાન બન્યા છે. આ અંગે વીજ કચેરીમાં સંપર્ક કરવામાં આવે છે તો ગ્રામજનો સહીત સોસાયટીના સ્થાનિકોને કડવો અનુભવ થઇ રહ્યો હોવાના આક્ષેપ કરાઈ રહ્યાં છે.

અંધારામાં ગણેશજીની આરતી સહિતના ધાર્મિક કાર્યક્રમો કરે છે
આ વિસ્તારમાં વિવિધ વ્યવસાય સાથે સંકળાયેલા સ્થાનિકો રહે છે. પરંતુ વીજ કંપનીના ધાંધિયાના કારણે રાતે પરિવાર સાથે ઊંઘ પણ માણી નથી શકતા. એક તરફ હાલ ગણેશ ઉત્સવ ચાલી રહ્યો છે, ત્યારે આ ગામના લોકો અંધારામાં આરતી સહિતના ધાર્મિક કાર્યક્રમો કરી રહ્યા છે. ત્યારે ઔદ્યોગિક એકમોમાં રાત દિવસ વીજ પુરવઠો પૂરો પડતું વીજ તંત્ર આ ગામમાં પણ વીજ પુરવઠો નિયમિત કરે તેવી માંગ કરી રહ્યા છે. આ અંગે ટૂંક સમયમાં તેઓની સમસ્યાનું નિરાકરણ નહી આવે તો ઉચ્ચકક્ષાએ રજૂઆત કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...