સેવા કેમ્પ:અંકલેશ્વરમાં JCI દ્વારા આંખ નિદાન અને દાંત નિદાન કેમ્પ યોજાયો, નવા દિવા ગામના 615 જેટલા બાળકોએ લાભ લીધો

અંકલેશ્વર20 દિવસ પહેલા
  • કૉપી લિંક

જેસીઆઈ અંકલેશ્વરે ડેકન કંપનીના સહયોગથી પ્રાથમિક શાળા તથા માધ્યમિક શાળા નવા દીવા ગામમાં આંખ તથા દાંતના નિદાન કેમ્પનું આયોજન કરાયું હતું. જેમાં આશરે 615થી પણ વધારે બાળકોઓએ કેમ્પનો લાભ લીધો હતો.

આ કેમ્પમાં અંદાજીત 615 જેટલા વિદ્યાર્થીઓએ લાભ લીધો
અંકલેશ્વરમાં કાર્યરત જેસીઆઈ સંસ્થા દ્વારા સેવા માટેના અનેક કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે. જેનો વધુ એક કાર્યક્રમ જેસીઆઈ અંકલેશ્વર અને ડેકન કંપનીના સહયોગથી નવા દીવાની પ્રાથમિક અને માધ્યમિક શાળામાં આંખ અને દાંતના નિદાન કેમ્પનું આયોજન કરાયું હતું. જયાબેન મોદી હોસ્પિટલના ડો.અંજનાબેન તથા ડેન્ટલ મોદી ક્લિનિકના ડો.પ્રિયંકાએ બાળકોને જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. જેમાં દરેકે બાળકોના દાંતની તપાસ કરીને તેમને ડેન્ટલ કીટ એટલે કે એની અંદર પેસ્ટ, બ્રશ, તથા ટંક ક્લીનર આપવામાં આવ્યું હતું. જ્યારે બાળકોની આંખની તપાસ કરીને જ્યાં સુધી રાહત ના મળે ત્યાં સુધી સારવાર કરી આપવામાં આવશે. આ કેમ્પમાં અંદાજીત 615થી વધારે વિદ્યાર્થી બાળકોએ ભાગ લીધો હતો.

મોટી સંખ્યામાં મહાનુભાવો અને વિદ્યાર્થીઓ હાજર રહ્યા
આ પ્રસંગે ડેકેન કંપનીના હેડ પરાગભાઈ, ઝોન વાઈસ પ્રેસિડન્ટ જે સી વિકાસ પટેલ, જોન ડાયરેક્ટર પબ્લિક રિલેશન જેસી તેજસભાઈ, ઝોન કોર્ડીનેટર જેસી હેમલ પંચાલ, જેસીઆઈ અંકલેશ્વરના પ્રમુખ જેસી કિંજલ શાહ, પાસ્ટ એક્ઝિટિવ વાઇસ પ્રેસિડન્ટ જેસી ચિરાગ શાહ, પ્રાથમિક શાળા નવા દીવાના આચાર્ય હિતેશભાઈ, માધ્યમિક શાળાના આચાર્ય હિરલબેન મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતાં.

અન્ય સમાચારો પણ છે...