તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
અંકલેશ્વર જીઆઇડીસી સ્થિત શ્રીમતી જયાબેન મોદી હોસ્પિટલને મહાવીર ઇન્ટરનેશનલ દ્વારા મેડીકલ સાધનો નું વિતરણ કરવામાં આવ્યું હતું.અંકલેશ્વર ઈન્ડસ્ટ્રીલ ડેવલપમેન્ટ સોસાયટી સંચાલિત શ્રીમતી જયાબેન મોદી હોસ્પિટલને મહાવીર ઇન્ટરનૅશનલ વેલ્ફેર ટ્રસ્ટ ભરૂચ તરફથી બે મલ્ટીપેરામીટર ડીફેબ્રીલેટર, બે બાઈ પેપ અને બે સિરીંજ પમ્પનું આજ રોજ દાન મળશે.
આ તમામ અદ્યતન સાધનો આઈ.સી.યુ.માં દાખલ દર્દીઓને સચોટ સારવાર આપી તેમનો જીવ બચાવમાં ઘણો અગત્યનો ફાળો આપે છે. ઉલ્લેખનીય છે કે શ્રીમતી જયાબેન મોદી હોસ્પિટલમાં હવે તમામ દર્દીઓ માટેની રેગ્યુલર ઓ.પો.ડી., એડમિશન અને ઇમર્જન્સીની સેવાઓ શરુ થઇ ગયેલ છે. આ પ્રસંગે ટ્રસ્ટી કમલેશ ઉદાણી મહાવીર ઇન્ટરનેશનલ કમલેશભાઇ, હિતેન આનંદપુરા તેમજ સ્ટાફ ગણ ઉપસ્થિત રહ્યો હતો
પોઝિટિવઃ- જે કામ માટે તમે છેલ્લાં થોડા સમયથી કોશિશ કરી રહ્યા હતાં, તે કાર્ય માટે કોઇ યોગ્ય સંપર્ક મળી જશે. વાતચીતની મદદથી તમે કોઇ મામલાનું સમાધાન શોધી લેશો. કોઇ જરૂરિયાતમંદ મિત્રની મદદ કરવાથી તમને આત્...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.