તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના ઇફેક્ટ:અંકલેશ્વરમાં તંત્રની મંજૂરી હોવા છતાં જગન્નાથજી નગરચર્યાએ નહીં નીકળે

અંકલેશ્વર18 દિવસ પહેલા
  • કૉપી લિંક

અંકલેશ્વરમાં 16 વર્ષથી શરૂ થયેલી ભગવાન જગન્નાથજીની રથયાત્રા ગત એટલે 17 માં વર્ષે પણ કોરોના મહામારી ને લઇ મોકૂફ રહી હતી અને મંદિર પરિઘ માજ તમામ વિધિ કરાઈ હતી. હવે 18 માં વર્ષે પણ મોકૂફ રહેશે. તંત્ર દ્વારા 150 રથ ના ખલાસી અને ટ્રસ્ટી સાથે મંજૂરી આપી હતી જેમાં ભજન મંડળ કે કોઈપણ વાજીંત્રો વગર નગર ચર્યાની મંજૂરી મળી હતી.

અને લોકો 24 કલાક પહેલા આરટીપીસીઆર રિપોર્ટ તેમજ વેક્સીનનો પ્રથમ ડોઝ લીધા હોવો જોઈએ. રથ યાત્રા માર્ગ પર રથ પહોંચશે ત્યારે તંત્ર દ્વારા કર્ફ્યુ લાદવામાં આવશે. ભક્તોને ઘર માજ રહી દર્શન કરવા પડશે.કોરોનાની ત્રીજી લહેરને લઇ અંતે અંકલેશ્વર કમાલીવાડી ભરૂચીનાકા સ્થિત ભગવાન જગન્નાથજી મંદિર ટ્રસ્ટે મંજૂરી મળ્યા બાદ ચાલુ વર્ષે રથયાત્રા મોકુફ રાખવાનો નિર્ણય કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...