દાનનો વરસાદ:અંકલેશ્વરમાં જે. બી.મોદી કેન્સર સેન્ટરમાં પેટ સીટી સ્કેન મશીન માટે રૂપિયા 2.5 કરોડનું અનુદાન મળ્યું

અંકલેશ્વર3 મહિનો પહેલા
  • કૉપી લિંક

અંકલેશ્વરમાં આવેલા જે.બી.મોદી કેન્સર સેન્ટરમાં પેટ સીટી સ્કેન મશીન માટે રૂપિયા 2.5 કરોડનું અનુદાન મોદી પરીવાર દ્વારા અનુદાન આપવામાં આવ્યું હતું.

મોદી પરિવારે હોસ્પિટલમાં રૂ.2.5 કરોડનું દાન
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર સ્થિત જે.બી. મોદી કેન્સર સેન્ટર કેન્સરના દર્દીઓ માટે અવિરત કાર્યરત છે. તાજેતરમાં જ 300 રેડીયો થેરાપીના દર્દીઓ અને હજાર કેન્સરના દર્દીઓની સારવાર પૂર્ણ કરવામાં આવી છે. આ સેન્ટરમાં વધુમાં વધુ લોકોને સારવાર થાય તેમજ પેટ સીટી સ્કેન માટે બીજા જિલ્લામાં મોકલવા ન પડે તે હેતુથી પેટ સીટી સ્કેન મશીન માટે એસ.બી.મોદી કુટુંબના ગજાલા મોદી, ભારતી મોદી, શિરીષ મોદી તેમજ નીરવ મોદી દ્વારા રૂ.2.5 કરોડનું અનુદાન આપવામાં આવ્યું હતું. સાથે સાથે સંસ્થાના વિકાસ માટે સંસ્થાને મળેલા સહયોગ બદલ અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ સોસાયટીના ટ્રસ્ટીઓ દ્વારા ગજાલા મોદી અને નીરવ મોદીનો ખુબ ખુબ આભાર વ્યક્ત કર્યો હતો.