કાર્યવાહી:ITI સુપરવાઈઝરની પત્નીના આપઘાત કેસમાં પતિ વિરૂદ્ધ દુષ્પ્રેરણનો ગુનો દાખલ

અંકલેશ્વર2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ભરૂચની વડદલા આઈ.ટી.આઈમાં ફરજ બજાવતા શખસે 4 મહિના પૂર્વે પ્રેમ લગ્ન કર્યા હતા
  • અંકલેશ્વર શહેર પોલીસ મથકે મૃતકની બહેને દહેજની માંગણી અંગે ફરિયાદ નોંધાવી

અંકલેશ્વરમાં પ્રેમ લગ્ન કરનાર આઈ.ટી.આઇ સુપરવાઈઝર ઇન્સ્ટ્રકટર પરિણીતા આપઘાત પ્રકરણ દુષ્પ્રેરણનો ગુનો જીઆઇડીસી પોલીસ મથકે દાખલ કરવામાં આવ્યો છે. ગત 1 ઓક્ટોબરે અંકલેશ્વરના કોસમડી ગામે આવેલી અંબે વેલી રેસિડેન્સીમાં રહેતા અભિષેક સિંધની પત્ની શ્રદ્ધાએ રાત્રે પોતાના રૂમ સિલિગ ફેન પર ઓઢણી વડે ફંડો બનાવી આપઘાત કરી લીધો હતો. ઘટના અંગે પરિજનોએ રાત્રે જીઆઇડીસી પોલીસને જાણ કરતા મૃતદેહને પી.એમ અર્થે ખસેડાયો હતો.

લગ્નના માત્ર 4 માસ ના ટૂંકા ગાળા પરિણીતાએ આપઘાત કરી લેતા અંકલેશ્વર વિભાગીય પોલીસ વડા ચિરાગ દેસાઈ ને તપાસ આરંભી હતી. પ્રાથમિક તપાસમાં મૃતક શ્રદ્ધા બેન અને અભિષેક એ પ્રેમ લગ્ન કર્યા હતા. ચાર મહિનાના ગાળામાં અચાનક શ્રદ્ધાએ આપઘાત કેમ કર્યો તે કારણ તપાસ પોલીસ દ્વારા તેના પતિ તેમજ સાસરી પક્ષ ની પૂછપરછ આરંભી હતી.

દરમિયાન આજરોજ મૃતક શ્રદ્ધાબેન બહેન હિતાક્ષી બેન પ્રમોદ ભાઈ ઓઝા દ્વારા વલસાડ થી આવી અંકલેશ્વર જીઆઇડીસી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી જેમાં મૃતક ના પતિ અભિષેક્સીંગ પ્રદીપ સિંગ અને તેની માતા સામે વારંવાર માનસિક તેમજ શારીરિક ત્રાસ આપી મૃતક શ્રદ્ધાબેનને આત્મહત્યા કરવા મજબૂર કરી આત્મહત્યા કરવા માટે દુષ્પ્રેરણા કરી તેમજ દહેજની માંગણી કરી હોવાની ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...