તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દુષિત પાણી:NCTની લાઈન રિપેર થતા હજી વધુ 24 કલાક લાગશે

અંકલેશ્વરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અંકલેશ્વરના કેટલાક ઉદ્યોગોએ પુનઃ સીએનબી પમ્પિંગ સ્ટેશનમાં કેમિકલયુક્ત પાણી છોડાતાં પાળા ઉભરાયા : દુષિત પાણી ફરી અમરાવતી નદીમાં જવાનો ભય

નર્મદા ક્લીન ટેકની પાઈપ લાઈનમાં ભંગાણના બીજા દિવસેપણ રિપેર નહીં થતા હજી 24 કલાકનો સમય લાગશે. બીજી તરફ કેટલાંક બેજવાબદાર ઉદ્યોગો પુનઃ સી.અનેબી પમ્પિંંગ સ્ટેશનમાં કેમિકલયુક્ત પાણી છોડતા પાળા ઉભરાયા છે. જીપીસીબીએ તેનું સ્થળ તપાસ કરી સેમ્પલિંગ કર્યું છે. ઉભરાયેલા પાળાનું દુષિત પાણી પુનઃ અમરાવતી નદીમાં જવાનો ખતરો ઊભો થયો છે. જીપીસીબીની કડક સૂચના છતાં ઉદ્યોગો બેફામ બન્યા છે. પાળાનું ઓવરફ્લો અટકાવવામાં નોટીફાઈડ વિભાગ નિષ્ફળ નીવડ્યો છે.

આમલાખાડીમાં પ્રદુષિત પાણીનો નિકાલ કરતા ઝડપાયાની ઘટના હજી ભુલાઈ નથી ત્યાં હવે ઔદ્યોગિક વસાહત અંકલેશ્વર ના પ્રદૂષણ પર કોઈ અંકુશ આવ્યું નથી. એન.સી.ટી નું ડિસ્ચાર્જ બંધ છે. તો એકમો દ્વારા ખાડીઓ માં નિકાલ થઈ રહ્યું છે. સી પમ્પીંગ સ્ટેશન પાછળથી પ્રદુષિત પાણી વહી અમરાવતી ખાડી તરફ વહી રહ્યું છે. અમરાવતી ખાડી માં પ્રદૂષણ પાણી ફેલાવાની ચાલુ વર્ષે 4 થી ઘટના સામે આવી રહી છે. સી.પમ્પીંગ સ્ટેશન નો પાળો ઓવરફ્લો થઈ ને કોતરો મારફતે સીધુ જ અમરાવતી નદી તરફ જઈ રહ્યું છે. ઘટના અંગે જીપીસીબીએને જાણ થતા જીપીસીબી દ્વારા ઘટના સ્થળેથી સેમ્પલ લીધા હતા. નોટીફાઈડને પ્રદુષિત પાણી જતું અટકાવવા તાકીદ કરી હતી. જોકે સતત પ્રદુષિત પાણી વહેતુ રહેતા પર્યાવરણ પ્રેમીઓમાં રોષ ફેલાયો છે. બીજી તરફ સજોદ ખાતે એન.સી.ટીની પાઈપ લાઈનમાં પડેલા ભંગાણમાં વરસાદી પાણીના નિકાલના કારણે પાઇપ લાઈન નીચેથી માટી ધસી પડતા ભંગાણ પડ્યું છે. જે ભંગાણ મળતા હાલ તેનું રીપેરીંગ ટીમ દ્વારા સરવે કરી ટૂંક સમયમાં પાઇપનું લેમિનેશન વર્ક કરાશે. જે જોતા ગુરુવારે બપોર સુધીમાં લાઈન ચાલુ થઈ શકે તેવી શક્યતા રહેલી છે. તે પૂર્વે એન.સી.ટીમ દ્વારા પોતાના ગાર્ડ પોન્ડમાં રહેલા દુષિત પાણીને દરિયામાં ઠલવાશે. પછી જ ઉદ્યોગોનું પાણી લેવાશે. હજી ઉદ્યોગો ચાલુ થતા 24 કલાક લાગશે. જેની અસર નાના ઉદ્યોગો પર પડશે, મોટા ઉદ્યોગો પાસે 48 કલાકની સ્ટોરેજ ક્ષમતાને લઇ વાંધો નહિ આવે.

લીકેજનું સરવે થઈ રહ્યું છે
પાઇપ લાઈનમાં ભંગાણ રીપેર કરતા હજુ 24 કલાક લાગશે. ટીમ અંદર ઉતરી લીકેજનું સરવે કરી રહી છે. જે બાદ પાઇપ લગાવી લેમિનેશન કરાશે. જે જોતા 24 કલાક બાદ લાઈન ચાલુ થવાની સંભાવના છે. સૌ પ્રથમ એન.સી.ટીના ગાર્ડ પોન્ડમાં રહેલ પ્રદુષિત પાણી જ નિકાલ કરવામાં આવશે. > પ્રફુલ પટેલ, ચીફ ઓપરેશન હેડ. એન.સી.ટી.

ઉદ્યોગોને કરોડો રૂપિયાનું નુકસાન
ભંગાણને લઇ ઉદ્યોગો હાલ બંધ છે જેને લઇ ઉદ્યોગો કરોડો રૂપિયાનું પ્રોડક્શન લોસ થઈ રહ્યું છે. અંકલેશ્વર અને પાનોલી ના ઉદ્યોગો ને તેની અસર પડી છે. > રમેશ ગાભાણી, ઉદ્યોગ અગ્રણી.

ઉદ્યોગો પ્રદુષિત પાણી છોડશે તો કડક કાર્યવાહી કરવામાં આવશે
એન.સી.ટી લાઈટના સમારકામને લઇ ઉદ્યોગોને પ્રદુષિત પાણી નહીં છોડવા સૂચના આપી છે. જેને લઇને અંકલેશ્વર અને પાનોલી ઔદ્યોગિક વસાહતમાં નજર રાખવામાં આવી રહી છે. સી. પમ્પિંંગ સ્ટેશન પાસે સેમ્પલ લેવામાં આવ્યા છે. જરૂરી રિપોર્ટ પણ કરવામાં આવ્યો છે. વધુમાં જો કોઈપણ ઉદ્યોગ આવી પરિસ્થિતિમાં પ્રદુષિત પાણી જાહેરમાં છોડતા પકડાશે તો કડક કાર્યવાહી કરવામાં આવશે. > આર.આર.વ્યાસ, પ્રાદેશિક અધિકારી જીપીસીબી, અંકલેશ્વર.

અન્ય સમાચારો પણ છે...