અંકલેશ્વર તેમજ હાંસોટ તાલુકાના યુવાનોમાં ખેલકૂદ પ્રત્યે રુચિ વધે તેમજ યુવાન સંગઠિત બની ખેલ ભાવના જાગે તેમજ યુવાનો વ્યસન મુક્ત બની રમતગમત આગળ વધે તેવા ઉદ્દેશ્ય સાથે હાંસોટ ના કૂડાદરા ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ પ્રેરિત ઈશ્વરસિંહ પટેલ પ્રીમિયર લીગ યોજવામાં આવી હતી. ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ ના ગામ કૂડાદરામાં પ્રતિવર્ષ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવે છે જે અંતર્ગત આ વર્ષે પણ ઈશ્વરસિંહ પટેલ પ્રીમિયર લીગનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અંકલેશ્વર હાંસોટ તાલુકાની 182 જેટલી ક્રિકેટ ટીમોએ ભાગ લીધો હતો.
આ ટુર્નામેન્ટની ફાઇનલ મેચ રમાડવામાં આવી હતી જેમાં રાજ્યના ગૃહ પ્રધાન હર્ષ સંઘવી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. ફાઇનલ મેચનો પ્રારંભ દીપપ્રાગટય દ્વારા કરવામાં આવ્યો હતો. ત્યારબાદ ગૃહ મંત્રી હળવાશ ની પળ મારતા ક્રિકેટ પર હાથ અજમાવી ક્રિકેટ રમી હતી. તો ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ એ બોલીગ અને બેટીંગ બને માં હાથ અજમાવ્યો હતો.
આ પ્રસંગે ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ,અંકલેશ્વર તાલુકા પંચાયતના પ્રમુખ અનિલ પટેલ ભરૂચ જિલ્લા ના પોલીસ વડા ડો.લીના પાટીલ હાંસોટ તાલુકા પંચાયતના પ્રમુખ ગેમલસિંહ પટેલ સહિતના આગેવાનો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. એશિયાડ નગર ઇલેવન અને આંબોલી ઇલેવન વચ્ચે રમાયેલી ફાઇનલ મેચમાં એશિયાડ નગર ઇલેવન નો વિજય થયો હતો. વિજેતા ટીમ ને મહાનુભાવોના હસ્તે ટ્રોફી એનાયત કરવામાં આવી હતી. આ પ્રસંગે વાતચીત કરતા રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંધવી એ જણાવ્યું હતું કે યુવા શક્તિ ને સંગઠિત કરવા આવી ટુર્નામેન્ટ નું આયોજન ખૂબ જરૂરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.