અંકલેશ્વર ,પાનોલી અને ઝઘડિયા ઔદ્યોગીક વસાહત ની ગાંધીનગર જીપીસીબી ના મેમ્બર સેક્રેટરી એ,વી શાહે મુલાકાત લઇ ત્રણેય ઉદ્યોગ મંડળ સહીત એનસીટી અને નોટીફાઈડ ના અધિકારીઓ સાથે બેઠક યોજી વિવિધ પ્રશ્નો ની ચર્ચા કરી હતી અને તેના નિરાકરણની ખાત્રી આપી હતી.
જીપીસીબી ગાંધીનગરના મેમ્બર સેક્રેટરી એ.વી શાહે અંકલેશ્વર ,પાનોલી અને ઝઘડિયા ઔધોગીક વસાહત ની મુલાકાત લીધી હતી ઝઘડિયા ઔધોગિક વસાહત ખાતે તૈયાર થઇ રહેલ સીઇટીપી પ્લાન્ટ ની મુલાકાત લીધી હતી ત્યાર બાદ અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ એસોસીએશન ખાતે મિટિંગ યોજાય હતી જેમાં ઉદ્યોગ મંડળના હોદ્દેદારો.નોટીફાઈડના અધિકારીઓ અને અંકલેશ્વરની એનસીટી કંપનીના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા મેમ્બર સેક્રેટરી એ.વી શાહ દ્વારા હાંસોટના દરિયા કાંઠા નજીકના કંટીયાજાળ ગામ પાસે બની રહેલ બુસ્ટર પમ્પીંગ સ્ટેશનની પાઈપલાઈન ની કેપીસીટી ક્ષમતામાં વધારો થવાની શક્યતા છે કે કેમ તેમજ એનસીટી કંપનીના કાર્યક્રમો અને ત્રણેય ઔધોગીક વસાહત ને નડતા પ્રશ્નોની ચર્ચા કરવામાં આવી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.