કાર્યવાહી:એક્ટિવિસ્ટ પર ફાયરિંગ કેસમાં 2 શકમંદોની પૂછપરછ

અંકલેશ્વર4 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બિલ્ડર સહિત 3 સામે પત્નીએ આશંકા દર્શાવી

અંકલેશ્વરમાં RTI એકટીવીસ્ટને ગોળી મારી હત્યા કરવાના પ્રયાસમાં પોલીસે બે શકમંદોની પુછપરછ આદરી છે. ચીકુવાડી રોડ પર આવેલ ભાગ્યોદય સોસાયટીઁના નાકે બે દિવસ પૂર્વે સદાક્ત અહમદ વાડીવાળા પર ફાયરીંગ થયું હતું. તેઓ હાલ હોસ્પિટલમાં જીવન-મરણ વચ્ચે ઝોલા ખાઇ રહયાં છે. ઇજાગ્રસ્તની પત્નીએ તેમના પતિ પર સલીમ ઉસ્માન શાહ તથા અલ નુર કોમ્લેક્ષના બિલ્ડર અઝહર રિયાઝ અને મહંમદ શફીએ ફાયરિંગ કર્યું હોવાની શંકા વ્યક્ત કરી છે.વાડીવાળાની પત્નીએ શફી સામે નગરપાલિકાની ચુંટણીમાં ઉમેદવારી નોંધાવી હતી.

આ ઉપરાંત અલનુર કોમ્પલેકસના બાંધકામ બાબતે બૌડામાં અરજીઓ કરવામાં આવી હતી જેના આધારે કોમ્પલેકસને સીલ કરી દેવામાં આવ્યું છે. આ ઘટનાની ગંભીરતા પારખી એસપી ડૉ. લીના પાટીલે અંકલેશ્વરમાં ફાયરીંગના સ્થળની મુલાકાત લીધી હતી. તેમની સાથે ડીવાયએસપી તેમજ અન્ય પોલીસ અધિકારીઓ પણ જોડાયાં હતાં. ઇજાગ્રસ્ત પર કેવી રીતે ફાયરીંગ કરવામાં આવ્યું, ફરિયાદમાં દર્શાવેલા શકમંદોની ભુમિકા અને તેમની હાજરી સહિતની બાબતોની ચકાસણી કરવામાં આવી હતી. હાલમાં પોલીસે આ કેસમાં બે શકમંદોને અટકાયતમાં લઇ તેમની ઘનિષ્ઠ પુછપરછ કરી રહી હોવાની વિગતો સામે આવી છે.

અન્ય સમાચારો પણ છે...