અંકલેશ્વરમાં મિલકતના ભાગ માટે સંગો ભાણેજ અને સાઢુભાઈએ મામાને બદનામ કરવા સોશિયલ મીડિયા પર અશ્લીલ પોસ્ટ અને અભદ્ર ગાળોનો મારો સંબંધીઓ સાથે મળી ચલાવ્યો હતો. વડીલો પાર્જિત મિલ્કતને લઇ મામા-મામીને બદનામ કરવાની સાથે સાથે વિદેશ જવા લીધેલા 8 લાખ રૂપિયા પરત નહિ આપી શારીરિક માનસિક ત્રાસ છેલ્લા 3 વર્ષથી આપતા અંતે મામા દ્વારા સંબંધીઓ સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી.
ભાણાએ મામા પાસે 8 લાખ રૂપિયા ઉછીના લીધા હતાં
અંકલેશ્વર ખાતે રહેતા મામા માટે કળિયુગી કાનુડો એવો ભાણેજ હીન કૃત્ય કર્યાની ફરિયાદ અંકલેશ્વર શહેર પોલીસ મથકે નોંધાઈ છે. અંકલેશ્વર ખાતે રહેતા મામા સજોદ ગામે વડીલો પાર્જિત મિલ્કત ધરાવે છે. જે જમીનને લઇ ભાણેજ તેમજ મામાના સાઢુભાઈએ સોશિયલ મીડિયાનો સહારો લીધો હતો. ભાણેજ અક્ષય મહેશ પંચાલ એ મામા પાસે વિદેશ જવા માટે 8 લાખ રૂપિયા લીધા હતા. જે રૂપિયા પરત નહિ આપવા માટે ગલ્લા-તલ્લા ભાણેજ તેમજ તેનો પરિવાર કરી રહ્યો હતો.
વોટ્સએપ નંબર પર જાનથી મારી નાખવાની ધમકી આપી હતી
ભાણેજ અક્ષય પંચાલ, સાઢુભાઈ વિજય રજનીકાંત ભટ્ટ અને ભાણેજ જમાઈ અંકિત કાંતિભાઈ પંચાલ તેમજ ભાણેજ જમાઈ આનંદ ધનસુખ પંચાલ એ એકબીજાની મદદગારી માટે ફેસબુક ગ્રુપ બનાવી વોટ્સએપ ઉપર સોશિયલ મીડિયાનો દૂર ઉપયોગ કરી મામા તેમજ મામી વિરુદ્ધ અશ્લીલ લખાણ તેમજ ગાળો આપી પ્રાઇવેટ વોટ્સએપ નંબર પર મોકલી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. તેમજ ગ્રામ્ય ખાતે રહેલી મિલકતમાં કોઈ હક્ક ન હોવા છતાં અંકલેશ્વર કોર્ટમાં 2021ના રોજ એવો દાવો કર્યો હતો.
પોલીસે મામાની ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી
સમગ્ર મામલે કંટાળેલા મામાએ અંકલેશ્વર શહેર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલેન્ડ અને મૂળ સુરત ખાતે રહેતા ભાણેજ અક્ષય મહેશ પંચાલ, સુરત ખાતે રહેતા સાઢુભાઈ વિજય રજનીકાંત ભટ્ટ, કામરેજ ખાતે રહેતા ભાણેજ જમાઈ અંકિત કાંતિ પંચાલ, અને કામરેજ ખાતે રહેતા ભાણેજ જમાઈ આનંદ ધનસુખ પંચાલ સામે આઈ.ટી.એક્ટ તેમજ આઈપીસી ધારા હેઠળ ગુનો નોંધી વધુ તપાસ આરંભી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.