અંક્લેશ્વર જીઆઇડીસીમાં એક કંપનીની પાછળ એક શખ્સ દ્વારા શ્વાનના ગલુડિયાઓ સાથે સૃષ્ટી વિરૂદ્ધનું કૃત્ય આચરવામાં આવ્યું હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. શખ્સના કૃત્યનો વિડિયો એક યુવતિએ અમદાવાદની એનિમલ વેલફેર સંસ્થાને પહોંચાડતાં તેમણે અંક્લેશ્વર જીઆઇડીસી પોલીસ મથકે અજાણ્યા યુવાન વિરૂદ્ધ પશુકૃરતા અંગેનો ગુનો નોંધાવ્યો હતો.
અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં મેઘમણી ચોકડી નજીક આવેલ કાલાવ્યા કેમિકલ કંપનીના પાછળના ભાગે ગત 21 મી નવેમ્બર 2022 ના રોજ અજાણ્યો 30થી 35 વર્ષીય ઈસમ શ્વાનના નાના બચ્ચા સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરતો હોવાનો વિડિયો નજીક ઉભેલાં કોઇ શખ્સે ઉતારી લીધો હતો.
જે વિડીયો અમદાવાદ ખાતે આવેલ એનિમલ વેલ્ફેર ટ્રસ્ટને મોકલી આપી તેણે જાણ કરતાં સંસ્થાના પ્રમુખ દીપાબેન જોષી તેમના અન્ય સભ્યો સાથે આજરોજ અંકલેશ્વર ખાતે દોડી આવ્યા હતા અને જીઆઇડીસી પોલીસ મથકે અજાણ્યા ઈસમ વિરુદ્ધ આઈપીસી ધારા 377 પશુઓ પ્રત્યે કૃતતા પ્રતિબંધિત (11)(1) (એ) મુજબ ફરિયાદ નોંધાવી હતી.
ઘટના અંગે અમદાવાદ ખાતે બ્લેક પેન્થર ગ્રુપ ચલાવતા અને એનિમલ વેલ્ફેર ગ્રુપના દીપા જોષીએ જણાવ્યું હતું કે એક યુવતીએ આ વિડીયો તેમને મોકલાવ્યો આપ્યો હતો. આ 35 થી 37 વર્ષીય ઈસમ સતત્ત 15 થી વધુ દિવસથી ગલૂડિયાં જોડે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરી રહ્યો હતો. જે અંગે યુવતીએ પોલીસ મથકે જાણ કરી હતી અને ફરિયાદ નોંધવાની તજવીજ કરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.