વીજ બચત:અંકલેશ્વરના નવા કાંસીયા ગામની સરકારી માધ્યમિક શાળામાં પૂર્વ છાત્રાના હસ્તે સોલાર પ્લાન્ટનું લોકાર્પણ

અંકલેશ્વર2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • નાયબ મુખ્ય દંડક દુષ્યંત પટેલ સહિત વિવિધ આગેવાનો કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યાં

અંકલેશ્વર તાલુકાના નવા કાંસીયા ગામની સરકારી માધ્યમિક શાળામાં અંકલેશ્વરની યુપીએલ કંપની દ્વારા આપવામાં આવેલ 4 કેજી વોલ્ટ ની સોલર પ્લાન્ટ નું નાયબ મુખ્ય દંડક દુષ્યંતભાઇ પટેલે પ્રેરક ઉપસ્થિતિમાં શાળાની પૂર્વ વિદ્યાર્થી પાસે લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

અંકલેશ્વર જીઆઇડીસીની યુપીએલ કંપની સામાજિક કાર્યો માં અગ્રેસર રહી છે આરોગ્ય તેમજ શિક્ષણ ક્ષેત્રે સરાહનીય કામગીરી કરી રહી છે ત્યારે અંકલેશ્વર તાલુકાના નવા કાસીયા ગામની સરકારી માધ્યમિક શાળામાં વીજળીની બચત થાય તેવા ઉમદા હેતુસર યુપીએલ કંપની દ્વારા સીએસઆર ફંડમાંથી રૂપિયા 4 લાખ ઉપરાંતના ખર્ચે 4 કેજી વોલ્ટનો સોલાર પ્લાન્ટ બનાવવામાં આવ્યો હતો આ સોલાર પ્લાન્ટનો ભરૂચના ધારાસભ્ય અને નાયબ દંડક દુષ્યંત પટેલની અધ્યક્ષતા હેઠળ ઉદ્ઘાટન સમારોહ યોજાયો હતો

જેમાં યુપીએલ કંપની ના યુનિટ હેડ વિનોદ સિંગ, સીએસઆર મેનેજર નાથાભાઇ ડોડીયા તેમજ કંપનીના મેનેજર મુકેશ રાણા ઉપસ્થિત રહ્યા હતા આ સોલાર પ્લાન્ટનું નાયબ દંડક દુષ્યંતપટેલની પ્રેરક ઉપસ્થિતિ માં શાળા ની પૂર્વ વિદ્યાર્થી રીંકલ પટેલના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું

આ પ્રસંગે તાલુકા પંચાયતના ઉપપ્રમુખ તૃપ્તિ જાની ગામના સરપંચ વીરુ વસાવા, જિલ્લા પંચાયતના સભ્યો તેમજ અંકલેશ્વર તાલુકા પંચાયતના સભ્યો તેમજ શાળાના શિક્ષકો સહીત ગ્રામજનો ઉપસ્થિત રહ્યાં હતા. નવા કાસીયા ગામે ધારાસભ્ય અને નવનિયુકત નાયબ દંડક દુષ્યંત પટેલનો સન્માન સમારોહ યોજાયો હતો જેમાં ભાજપના આગેવાનો અને ગ્રામજનોએ સન્માન કર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...