જન જાગૃતિ રેલીનું આયોજન:ઉત્તરાયણ પર્વમાં પક્ષીઓને બચાવવા, ચાઈનીઝ દોરીનો ઉપયોગ ન કરવા રેલી યોજાઈ; મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ હાજર રહ્યાં

અંકલેશ્વર18 દિવસ પહેલા
  • કૉપી લિંક

અંકલેશ્વરમાં કરુણા અભિયાન અંતર્ગત જનજાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વન વિભાગ, સર્વોદય હાઈસ્કૂલ અને GIDC અંકલેશ્વર સહિત વિવિધ સંસ્થાઓ અને શાળાના વિદ્યાર્થીઓ હાજર રહ્યાં હતાં.

લોકોમાં જાગૃતિ લાવવા કરુણા રેલીનું આયોજન કરાયું
સમગ્ર દેશમાં લોકો ધામધૂમથી તહેવારોની ઉજવણી પણ કરતા હોય છે. તહેવારોની ઉજવણીની સાથે આપણે બીજી બાબતોનો પણ ખ્યાલ રાખવાનો હોય છે. ઉત્તરાયણ એક એવો તહેવાર છે જેમાં બાળકો, સહિતના લોકો મજા લે છે તો બીજી બાજુ પક્ષીઓને સજા પણ મળે છે. સવારથી સાંજ સુધી પક્ષીઓ પોતાના બચ્ચાઓ માટે દાણાની શોધમાં નીકળે છે અને શિકાર બની જાય છે.

તો ઉત્તરાયણ પર્વ નિમિત્તે પક્ષીઓને હાની ન પહોંચે અને લોકોને જાગૃત કરવા માટે અંકલેશ્વર વન વિભાગ દ્વારા કરુણા અભિયાનની રેલીનું આયોજન કરાયું હતું. જેમાં સર્વોદય હાઈસ્કૂલ અને GIDC અંકલેશ્વર સહિત વિવિધ સંસ્થાઓ જોડાઈ હતી. આ રેલી અંકલેશ્વરના વિવિધ વિસ્તારોમા ફરીને લોકોને પેમ્પલેટ વહેંચી પક્ષી બચાવો, ચાઈનીઝ દોરીનો ઉપયોગ ન કરવો સહિતના સૂત્રો સાથેના બેનર સાથે જન જાગૃતિ લાવવાનો પ્રયાસ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...