અંકલેશ્વરમાં સાંસદ ખેલ સ્પર્ધામાં 350 ખેલાડીઓએ ભાગ લીધો હતો. બે દિવસ સુધી ચાલેલી સ્પર્ધામાં વિવિધ રમતો રમાડવામાં આવી હતી. રમશે ભરૂચ – જીતશે ભરૂચ ના સૂત્રને સાર્થક કરવાનો આશય સાથે તા.10 મી અને 12 મી જૂન દરમિયાન સાંસદ ખેલ સ્પર્ધાનું આયોજન ભરૂચ અને અંકલેશ્વર ખાતે કરવામાં આવ્યું છે. અંકલેશ્વરના ડી.એ આનંદપુરા સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ ખાતે યોગ, સ્કેટીંગ, સ્વીમીંગ,ચેસ, કેરમ સહીતની સ્પર્ધા યોજાઈ હતી.
ભરૂચ સંસદીય ક્ષેત્રના 350 થી વધુ ખેલાડીઓએ ભાગ લીધો હતો. અંકલેશ્વર ખાતે ધારાસભ્ય ઈશ્વર પટેલ અને સાંસદ મનસુખ વસાવા ની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે નોટીફાઈડ ભાજપ પ્રમુખ જશું ચૌધરી, અલ્પેશ પટેલ. દિનેશ પટેલ , ક્રિષ્ના મહારાઉલજી સહિતના મહેમાનો હાજર રહયાં હતાં. વિજેતાઓને પ્રમાણપત્ર એનાયત કરી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.યોગ, સ્કેટીંગ સ્વીમીંગ, ચેસ, કેરમ સહીત ની સ્પર્ધામાં ખેલાડીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.