તાડફળીનું ધૂમ વેચાણ:જુના દિવા ગામે તાડફળીના ઝાડ આજીવિકાનું પૂરક સાધન બન્યું

અંકલેશ્વર6 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • તાડફળીની સીઝન માત્ર 22 દિવસની જ હોય છે

ઉનાળાની આકરી ગરમીમાં શીતળતા પ્રદાન કરતી તાડફળીનું ધૂમ વેચાણ શરૂ થઇ ગયું છે.ત્યારે અંકલેશ્વર તાલુકા ના જુના દિવા ગામની સીમમાં તાડ ના અસંખ્ય ઝાડ આવેલા છે. ગામ ના ખેડૂતો તાડ ના ઝાડ ઉપર થી તાડફળી તોડાવી તેમાંથી તાડફળી કઢાવી વેચાણ કરી રહ્યા છે તાડફળી ની સીઝન માત્ર 22 દિવસ ની હોય છે. ત્યારે ફળ ની મોટાપાયે આવક થતા વેચાણ અને ખરીદી વધી છે. ત્યારે શરીરનાં તમામ અવયવોને તરલતા બક્ષતી તાડફળીનો ભાવ પણ ગરમીના પારાની જેમ ઉંચકાઇ રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે...