ગઠિયાના હાથમાં અડધી જ ચેન આવી:અંકલેશ્વરના જુના દિવામાં મહિલા ચાલીને બાંકડા પર બેસતા ગઠિયો પાછળથી આવી ચેન તોડી ફરાર

અંકલેશ્વર9 દિવસ પહેલા
  • કૉપી લિંક

અંકલેશ્વરના જુના દિવા ગ્રાઉન્ડ નજીક મહિલા ચાલવા નીકળ્યાના સમયે ગઠિયો પાછળથી આવી ચેઇન તોડી ફરાર થઇ ગયો હતો. મહિલાએ બુમાબુમ કરતા ગઠિયો અડધી તૂટેલી ચેઇન લઇ ફરાર થઇ ગયા હતો. બનાવ અંગે શહેર પોલીસ મથકે જાણ કરતા ટીમે સ્થળ તપાસ કરી હતી.

અંકલેશ્વરની મહિલા નિત્યક્રમ મુજબ જુના દીવા ગામ તરફ ચાલવા નીકળ્યા હતા. તેઓ ચાલ્યા બાદ જુના દીવા ગામમાં આવેલા તળાવ નજીક ખુલ્લા ક્રિકેટ મેદાનમાં મુકેલા બાંકડામાં બેસ્યા હતા. આ સમયે અચાનક તેમના બાંકડાની પાછળથી ગઠિયો આવીને તેમના ગળામાં રહેલી સોનાની ચેઇન ખેંચી હતી. જે ચેઇન અડધો ભાગ તૂટી ગયો હતો. દરમિયાન મહિલાએ બુમાબુમ કરતા ગઠિયો અડધી ચેઇન લઇ ત્યાંથી ફરાર થઇ ગયો હતો.

ગઠિયાને ઝડપી પાડવાની કવાયત
આ બનાવની જાણ મહિલાએ તેમના પરિવારના સભ્યોને કરતા તેઓએ શહેર એ ડિવિઝન પોલીસ મથકે જાણ કરતા પોલીસ કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો. પોલીસે મહિલાની પ્રાથમિક પૂછપરછ અને વર્ણન આધારે ગઠીયાને ઝડપી પાડવાની કવાયત શરૂ કરી હતી. પોલીસે પ્રાથમિક વિગતોના આધારે પોલીસે અરજી સ્વરૂપે હાલ ફરિયાદ નોંધી આગળની તપાસ શરૂ કરી છે.

અન્ય સમાચારો પણ છે...