તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હાલાકી:જુના બોરભાઠામાં ખજૂરીયા જીવાતના ત્રાસથી ખેડૂતો ત્રાહિમામ પોકારી ગયા

અંકલેશ્વર18 દિવસ પહેલા
  • કૉપી લિંક

અંકલેશ્વર જુના બોરભાઠા ગામે ખજૂરીયા જીવાતના ત્રાસથી ખેડૂતો ત્રસ્ત બની ઉઠ્યા છે. છેલ્લા કે મહિના થી જીવડાં ઘર કરી ગયેલ જીવાત પાક અને વૃક્ષોને કરી રહેલ નુકશાન કરી રહ્યા છે. જિલ્લા ખેતી નિયામક કચેરી દ્વારા જીવતો દૂર કરવા કાર્યવાહી કરવા માગ કરી છે.

અંકલેશ્વરના જુના બોરભાઠા બેટ ગામ માં ખજૂરીયા જીવાત થી ખેડૂતો ત્રસ્ત બની ઉઠ્યા છે. છેલ્લા એક મહિના થી ગામ માં ઘર કરી ગયેલ ખજૂરીયા ઈયરઓ એ ઉભા પાક ને નુકશાન થાય છે આ જીવાત પાક ને કોરી ખાઈ છે તેમજ ઝાડ અને રસ્તાઓ પર ચાલતા નજરે પડી રહ્યા છે.ખજૂરીયા જીવડાં કરડે તો તેને આખા શરીર પર ખાજ આવે છે ગાયનું છાણ લગાવાથી કાતો ચૂલા નો રાખોડો લગાવાથી આ ખાજ મટે છે ગામ માં રહેતો ખેડૂતોના જણાવ્યા અનુસાર આ ખજૂરીયા જીવડાંને અટકાવવા માં નહિ આવે તો ખેડૂતો ને મોટા નુકશાન નો સામનો કરવો પડશે. જેને લઇ ખેડૂતો દ્વારા જિલ્લા ખેતી નિયામક તેમજ ખેતી વિષયક તજજ્ઞો દ્વારા આ બાબતે જરૂરી કાર્યવાહી કરી જીવતો દૂર કરવામાં આવે તેવી માગ કરી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...