તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Bharuch
  • Ankleshwar
  • In The City Of Ankleshwar, The Controversy Over The Allotment Of Benches Allotted By Bharuch Palika Has Escalated Into A Controversy Between The Opposition And The Ruling Party Of Ankleshwar Palika.

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

તર્કવિર્તક:અંકલેશ્વર શહેરમાં ભરૂચ પાલિકાએ ફાળવેલા બાંકડા મુકાતા તર્કવિર્તક, અંકલેશ્વર પાલિકાનાં વિપક્ષ-સત્તાપક્ષ વચ્ચે ચાલતા બાંકડાના મુદ્દે વિવાદમાં બળતા માં ઘી હોમાયું

અંકલેશ્વર2 મહિનો પહેલા
  • કૉપી લિંક

અંકલેશ્વર પાલિકા ખાતે વિપક્ષ અને સત્તાપક્ષ વચ્ચે છેલ્લા કેટલાક વખત થી જાહેર સ્થળો પર મુકવામાં આવતા બાંકડાના મુદ્દે આરોપ પ્રત્યારોપ લગાવામાં આવી રહ્યા છે. આ વચ્ચે થોડા સમય પૂર્વે અંકલેશ્વર વોર્ડ નંબર 2 માં ઉન્નતિ નગર ખાતે જાહેર માર્ગ પર એક તરફ અંકલેશ્વર નગરપાલિકાનો બાંકડો અને બીજી તરફ ભરૂચ નગરપાલિકાનો બાંકડો મુકવામાં આવ્યો છે. બને ની બનાવટ અલગ છે પણ ભરૂચ નગરપાલિકા નામ લાખેત બાંકડા ને અંકલેશ્વર માં જોતા લોકોમાં અચરચ ફેલાયું છે.

સ્થાનિક લોકો ના જણાવ્યા અનુસાર 20 દિવસ પૂર્વે બાંકડા મુકવામાં આવ્યા છે અને 2 દિવસ પૂર્વે એકજ રંગના બાંકડા દેખાય તે માટે રંગ લગાવામાં આવ્યો છે. ત્યારે સ્થાનિક લોકોમાં ચર્ચાનો વિષય બનેલા આ બાંકડાના ફોટો સોશ્યલ મીડિયા પર વાયરલ થતા ટોક ઓફ ઘી ટાઉન બન્યો છે. ખાસ કરી આ બાંકડા ક્યાં થી આવ્યા કોણ મૂકી ગયું તે ચર્ચાય રહ્યું છે વિપક્ષ દ્વારા બાંકડા ના મુદ્દે ફરી એકવાર સત્તાપક્ષને ધેરવાની કોશિષ માં જોતરાયું છે. તો ભરૂચ પાલિકા ખાતે જાણ થતા તેમના દ્વારા આ બાબતે તપાસના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- જે કામ માટે તમે છેલ્લાં થોડા સમયથી કોશિશ કરી રહ્યા હતાં, તે કાર્ય માટે કોઇ યોગ્ય સંપર્ક મળી જશે. વાતચીતની મદદથી તમે કોઇ મામલાનું સમાધાન શોધી લેશો. કોઇ જરૂરિયાતમંદ મિત્રની મદદ કરવાથી તમને આત્...

વધુ વાંચો

Open Divya Bhaskar in...
  • Divya Bhaskar App
  • BrowserBrowser