તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આત્મહત્યા:સંજાલી ગામે યુવતીનો અગમ્ય કારણોસર ફાંસો ખાઇ આપઘાત

અંકલેશ્વર23 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • પરિવાર કામ અર્થે બહાર ગયાં હોઇ યુવતિ આખો દિવસ ઘરે એકલી હતી

અંકલેશ્વર ના સંજાલી ગામે 22 વર્ષીય યુવતીએ દુપટ્ટાનો ફંડો બનાવી આપઘાત કરી લીધો હોવાની ઘટના સામે આવી છે. 22 વર્ષીય છત્તીસગઢ ની યુવતી પરિવાર સાથે રહેતા હતા.ગત રોજ દિવસ દરમિયાન ધરે એકલી પડતાં કોઈ કારણોસર આપઘાત કરી લીધો હતો. તાલુકા પોલીસ મથકે જાણ થતા પોલીસે તપાસ આરંભી હતી.

અંકલેશ્વર તાલુકાના પાનોલી જીઆઇડીસી ને અડીને આવેલ સંજાલી ગામ ખાતે રહેતા પુરાનીક રામ ગરીબ રામ સાહુ ની 22 વર્ષીય પુત્રી પ્રીતિ ગત રોજ પોતાના ઘરે દિવસના એકલી હતી તે દરમિયાન કોઈ કારણોસર ધારે દુપટ્ટાનો ફંડો બનાવી પંખાના હુકમાં લગાવી આપઘાત કરી લીધો હતો. પરિવારના સભ્યો મોડી સાંજે ધરે પરત ફરતા ધર નો દરવાજો ખોલવાની કોશિષ કરતા ના ખુલ્યો હતો અને તોડી અંદર પ્રવેશ કરતા 22 વર્ષીય પુત્રી પંખા ના હુક પર ફાંસો લગાવી આપઘાત કરેલી હાલતમાં મળી આવી હતી.

ઘટના અંગે સ્થાકોએ તાલુકા પોલીસ મથકે જાણ કરતાં તાલુકા પોલીસે પ્રાથમિક અકસ્માત મોતનો ગુનો નોંધી મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલમાં ખસેડાયો હતો જયારે 22 વર્ષીય પ્રીતિએ કયા કારણસર આપઘાત કર્યો તે અંગે પોલીસ તેના પરિવારજનોની પૂછપરછ આરંભી હતી. અને ઘટના સંદર્ભે વધુ તપાસ હે.કો એસ.જે. વસાવા એ આરંભી હતી.

અન્ય સમાચારો પણ છે...