ધરપકડ:માંડવા ગામે કારમાં બકરા ચોરીમાં ખેડાના ત્રણ ઝબ્બે

અંકલેશ્વર5 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પોલીસે નડિયાદથી ત્રણેયને દબોચી લીધા

અંકલેશ્વર તાલુકાના માંડવા ગામ બકરા ભરેલ કાર ને ગ્રામજનો એ પકડી પાડી હતી જો કે ગ્રામજનોએ કાર થોભાવી જ તેમાંથી ઉતરી ત્રણ જેટલા પશુ ચોરો ફરાર થઇ ગયા હતા શહેર પોલીસે ચોક્કસ માહિતી આધારે ત્રણ પશુ ચોરો ને નડિયાદ થી ઝડપી પાડ્યા હતા.

અંકલેશ્વરના માંડવા ગામ ના તળાવ ફળિયામાં રહેતા અને ખેત મજૂરી સાથે પશુપાલન કરતા સંજય ઠાકોર વસાવા ની 12 પૈકી છ બકરી ઓ ગત 27 મી જુલાઈ ના રોજ ગામમાં છોડી મૂકી હતી જે બકરી ઓ પરત નહિ આવતા પશુ પાલક અને તેની માતા બકરા ઓને શોધવા નીકળ્યા હતા તે દરમિયાન રોડ ફળિયામાં સ્થાનિકો એ બકરા ચોરી કારમાં લઇ જતી વેળા કારને પકડી પાડી હોવાનું જાણવા મળ્યું હતું.

જેથી પશુ પાલક અને તેની માતા ત્યાં જતા કારમાંથી તેઓની ત્રણ બકરી ઓ અને ગામના પશુ પાલક જયેશ પાટણવાડિયા ની એક બકરી મળી કુલ 4 બકરીઓ કારમાંથી મળી આવી હતી ત્યારે ગ્રામજનો એ કાર થોભાવી જ તેમાંથી ઉતરી ત્રણ જેટલા પશુ ચોરો ફરાર થઇ ગયા હતા.

આ અંગે શહેર પોલીસે ફરિયાદ નોંધી સ્વીફ્ટ કબજે કરી વધુ તપાસ કરતા ખેડા જિલ્લાના નડિયાદ તાલુકાના અલ્પેશ રસિક ચાવડા, પવન જગદીશ તળપદા અને સની જયેન્દ્ર ચૌધરી ને નડિયાદ પોલીસ ની મદદ થી ઝડપી પાડી ટ્રાન્સફર વોરંટ પણ અંકલેશ્વર લઇ આવી હતી. અને ત્રણે ની વધુ પૂછપરછ આરંભી આરંભી હતી.

અન્ય સમાચારો પણ છે...