ક્રાઈમ:જીતાલી ગામે ઉનાળામાં પાણી મુદ્દે 2 જૂથ બાખડ્યાં

અંકલેશ્વર3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • પાણી છોડનારના ઘરે તોડફોડ કર્યાની ફરિયાદ
  • પાણી સમયસર અપાતુ ન હોવાના મુદ્દે તકરાર

અંકલેશ્વરના જીતાલી ગામે પાણીના મુદ્દે 2 જૂથ વચ્ચે અથડામણ થઈ હતી. ગામના આદિવાસી ફળિયામાં પાણી છોડનાર ઈસમના ઘરે તોડફોડ કરવામાં આવી હોવાની તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી. જીતાલી ગામે નવીનગરીમાં છેલ્લા કેટલાક વખતથી પાણી અપૂરતું આવતું હોવાનું તથા નિયમિત પાણી છોડવામાં નહીં આવતું હોવાની ફરિયાદો ઉઠતાં આ વિસ્તારમાં પાણી છોડતા ઈસમના ઘરે રજુઆત કરવા આવેલા લોકોએ તોડફોડ કરી હોવાની ફરિયાદ તાલુકા પોલીસ મથકે નોંધાઈ હતી. તિહાર વસાવા, સાગર વસાવા, અવિનાશ વસાવા અને વિક્રમ વસાવા વિરુદ્ધ ગલુ બેન વસાવાએ ફરિયાદ નોંધાવી હતી. તો સામે પક્ષે પાણીની જરૂરિયાતને લઇ રજુઆત કરવા ગયા હતા. જ્યાં સામે પક્ષે જાતે જ તોડફોડ કરી ફરિયાદ નોંધાવી હોવાની રાવ ઉઠાવી હતી.

અન્ય સમાચારો પણ છે...